Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દ્વારકાધીશની શ્રધ્ધા અને સંકલ્પ સાથેની પૂજા કરતી ગ્રામીણ મહિલાઓ
દ્વારકાધીશની શ્રધ્ધા અને સંકલ્પ સાથેની પૂજા કરતી ગ્રામીણ મહિલાઓ
પશ્ચિમના છેડે સ્થિત યાત્રાધામ દ્વારકા જ્યાં કૃષ્ણ ભગવાન દ્વારકાધીશ સ્વરૂપે બિરાજે છે. જગતમંદિરમાં ગોમતીઘાટ પર ગ્રામીણ મહિલાઓ શ્રધ્ધા, સંકલ્પ સાથે પૂજા કરી રહી છે. દૃશ્ય આપણી સંસ્કૃતિની ઝાંખી કરાવે છે. આપણા યાત્રાધામો પરની ભીડ, તેનો ધાર્મિક કોલાહલ ઇશ્વર પર ટકેલી શ્રધ્ધા પુરવાર કરી રહી છે. શ્રધ્ધાનો ભાવ માનવીના જીવનને ચેતનવંતો બનાવે છે. કપરી સ્થિતિમાં મનોબળ ટકાવી રાખવાની અદૃશ્ય શક્તિ શ્રધ્ધામાં છે. આપણી પ્રાચીન સંસ્કૃતિ અને પુરાણોમાં તેના અગણિત દૃષ્ટાંતો જોવા મળે છે. શ્રી કૃષ્ણની જીવનલીલામાં શ્રધ્ધાનું મહત્ત્વ દર્શાવતા અનેક દાખલાઓ મળી રહે છે. શ્રધ્ધા વગર નંદબાબા યમુના નદી પાર કરી શકત, નરસૈયાએ તો કૃષ્ણ શ્રધ્ધામાં હૂંડી મોકલાવી હતી, મહાભારતનું યુધ્ધ અર્જુને શ્રી કૃષ્ણ પર અખંડ વિશ્વાસ રાખીને જીત્યું હતું.માનવીના ડગમગ થતાં મનને ઇશ્વરિય શ્રધ્ધા સ્થિરતા બક્ષે છે.