તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamkhambhaliya
 • Dwarka
 • બાંધકામ કરાયું હોત તો મંદિર ઢંકાઇ જાત અને ધ્વજાના દૂરથી દર્શન થઈ શકત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાંધકામ કરાયું હોત તો મંદિર ઢંકાઇ જાત અને ધ્વજાના દૂરથી દર્શન થઈ શકત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જગતમંદિરમાં બાંધકામ કરાતા નોટિસ


દ્વારકાધીશજગતમંદિર આર્કોલોજિકલ સરવે ઓફ ઇન્ડિયા હસ્તકનું રક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે મંદિરના પરિસરમાં તેમજ આસપાસના અમુક હદ સુધીના વિસ્તારોમા વિભાગની મંજૂરી વગર કોઇપણ જાતનું બાંધકામ કરી શકાતું નથી, પરંતુ તાજેતરમાં જગતમંદિર પરિસરમાં લોખંડના મસમોટાં શેડ ઊભા કરી હંગામી બાંધકામ ઊભું કરાતું હોવાનું ધ્યાનમાં આવતા સ્થાનીય પુરાતત્ત્વવિભાગે સરવે કરી જગતમંદિરમાં વહીવટદારને નોટિસ ફટકારી હતી. જગતમંદિરના વહીવટદારોએ મંદિર પરિસરમાં 15 થી 20 ફૂટ ઊંચું બાંધકામ શરૂ કરાતા તેમજ મંજૂરી વગર ગેરકાયદે કાર્યવાહી કરાતા કાયદાનું ઉલ્લંઘન થતું હોવાથી કાર્ય અટકાવવા અને મંજૂરી વગરનું કાર્ય શરૂ કર્યું હોવાથી તેમજ કોઇપણ જાતનું બાંધકામ કરવા અંગે જગતમંદિરના વહીવટદારને નોટિસ ફટકારવામાં આવી છે. નોટિસમાં વડોદરાની પુરાતત્ત્વ વિભાગની ઓફિસમાંથી પાઠવેલી નોટિસમાં ઉલ્લેખ કર્યો હતો કે, કામ અંગે વિસ્તૃત અહેવાલ અને નકશા, ડ્રોઇંગ, ફોટોગ્રાફ સાથે પરવાનગી મેળવ્યા બાદ બાંધકામ કરવા જણાવાયું હતું.મંદિર પરિસરમાં થોડા વર્ષો અગાઉ જગતમંદિરમાં પ્રવેશવા માટેનો મુખ્ય ગેટ સુરક્ષાનું બહાનું આપી અચાનક બંધ કરી દેવામાં આવ્યો છે. જેના લીધે મંદિરમાં પ્રવેશતા યાત્રિકો, વૃધ્ધો, મહિલાઓ, બાળકો સહિતનાઓને મુશ્કેલી પડી રહી છે. જેના વિરુધ્ધમા આંદોલન પણ થયું હતું. તેનો આજ સુધી નિવેડો આવ્યો નથી. મંદિર પરિસરના 3 પૈકીના મુખ્ય ગેટ બંધ થયા બાદ 3 દિવસ બાદ ગેટ નં 2ને પણ કોઇક કારણોસર બંધ કરી દેવામાં આવ્યો છે. તેને કારણે ભાવિકોને વધારે પરેશાની ભોગવવી પડી રહી છે. હાલતો 3 નં.નો ગેટ ખુલ્લો રહેતા યાત્રિકોની ભીડ તેમજ મંદિરમા દર્શન કરવામાં અનેક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અધિકારીઓને ગેરમાર્ગે દોરાય છે

પુરાતત્ત્વવિભાગના અધિકારી સુરેશ શાહે જણાવ્યું હતું કે, દેવસ્થાન સમિતિના કર્મચારી પુરાતત્ત્વ વિભાગની મંજૂરી વિના બાંધકામ શરૂ કરી નાખે છે. કલેક્ટર અને એસડીએમ જેવા અધિકારીઓને ગેરમાર્ગે દોરે છે. વરસાદથી બચવા 20 ફૂટ ઊંચો માંચડો ઊભો કરી દેવાથી દ્વારકાધીશની ધ્વજા દેખાતી બંધ થઈ જશે, ઘણા ભાવિકો દૂરથી દ્વારકાધીશની ધ્વજાના દર્શન કરવાથી ધન્ય થતો તે બંધ થઈ જશે, તેમજ રાષ્ટ્રીય સ્મારક હોવાથી 1964 સેન્ટ્રલ ગવર્મેન્ટના નિયમો લાગુ પડે છે. અધિકારીઓ પણ મંજૂરી આપતા પહેલા ચેક કરે કે સમિતિ શું કરવા માગે છે, કેવી રીતે કરવા માગે છે, તેનું પરિણામ શું આવશે, તેમ જણાવ્યું હતું.

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ રાજુભાઇ ધ્રુવનો વિવાદ અંગે સંપર્ક કરતા તેઓએ કહ્યું હતુંકે દ્વારકા મંદિરના પરિસરમાં છાંયડાની વ્યવસ્થા નથી. આસ્થાના કેન્દ્રમાં મોટી સંખ્યામાં યાત્રિકો આવે છે તેઓને ટાઢ, તડકો અને વરસાદની ઋતુમાં પરેશાની થાય તે માટે ડોમ બનાવવા નિર્ણય લેવાયો છે.આગામી સમયમાં જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે અહીં દર્શને આવતા યાત્રીકોને વરસતા વરસાદમાં પરેશાની ભોગવવી પડે તેવા શુભ આશયથી કામગીરી શરૂ કરવામાં આવી છે. દ્વારકાના જગત મંદીર જે પુરાતત્વ રક્ષિત છે તેને નુકસાની થાય તે રીતે કામગીરી કરવામાં આવી રહી છે.

દ્વારકાના સુપ્રસિધ્ધ જગતમંદિર ખાતે કરવામાં આવી રહેલા બાંધકામ સામે પુરાતત્ત્વ ખાતા દ્વારા વહીવટદારને નોટિસ ફટકારવામાં આવી છે. પુરાતત્ત્વ ખાતાના અધિકારીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે, બાંધકામથી ભાવિકોને ધજાના દર્શન થશે નહીં, જ્યારે બીજી બાજુ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષે આગામી જન્માષ્ટમીના તહેવારને અનુલક્ષી ભાવિકોને વરસાદમાં પરેશાન થવું ડે તે માટે ડોમ બનાવવામાં આવી રહ્યા હોવાનું અને તેના બાંધકામથી મંદિરના રક્ષિત વિભાગોને કોઇ નુકસાન પહોંચતું નથી તેવું જણાવ્યું છે. જ્યારે, પુરાતત્ત્વ ખાતા દ્વારા અધિકારીઓને ગેરમાર્ગે દોરીને પ્રકારના બાંધકામ કરવામાં આવતું હોવાનું જણાવાતા બન્ને પક્ષે વિવાદ થવા સંભાવના છે. તસવીર- પરેશ ઝાખરિયા

યાત્રિકોની સુવિધા માટે ડોમ બનાવાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો