તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamkhambhaliya
 • Dwarka
 • પંખા, શૌચાલયો , લાઇટ , પાણી જેવી પ્રાથમિક સુવિધાના અભાવે મુસાફરોને પડતી મુશ્કેલીઓ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પંખા, શૌચાલયો , લાઇટ , પાણી જેવી પ્રાથમિક સુવિધાના અભાવે મુસાફરોને પડતી મુશ્કેલીઓ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાટિયા રેલવે સ્ટેશન ભગવાન ભરોસે

રેલ અધિકારીઓએ શૌચાલયની સફાઇ કરવી પડે તે માટે તાળાં મારી દેતાં રોષની લાગણી

દ્વારકાજિલ્લાનું ભાટિયા રેલવે સ્ટેશન ભગવાન ભરોસે હોય તેમ અસુવિધાથી ઉપસી આવ્યું છે.. જયાં પીવાના પાણી, શૌચાલય વગેરેની હાલાકીનો સામનો પેસેન્જરોને કરવો પડે છે અને તંત્ર નિદ્રામાંથી જાગી હાલાકી દુર કરે તેવી માગ ઊઠી છે.

ભાટિયામાં ધરતીકંપ પછી નવુ રેલવે સ્ટેશન બંધાયુ પરંતુ ઘણી બધી સુવિધાઓનો અભાવ હતો. જેથી નવા જીએમૈ કેટલીક સુવિધાઓ વધારી દીધી. રેલવે સ્ટેશન માટે પાણીનો સંપ, પાણીની મોટર વગેરે બીજા સંશાધનો ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા. પાણી વ્યવસ્થા માટે ટાંકી, નળ તેમજ મહિલા-પુરુષ બન્ને માટે શૌચાલયોના બાંધકામ કરવામાં આવ્યા હતા. ભાટિયા 50 ગામોનું સેન્ટર હોય તથા આસપાસ ત્રણ કંપની હોય, મુસાફરોનો મોટાપાયે ટ્રાફિક રહે છે. જેથી હજારો મુસાફરો ભાટિયાથી મુસાફરી કરે છે. નવા સ્ટેશન માસ્તર દ્વારા શૌચાલય, પાણી સેવા બંધ કરી દેવામાં આવ્યા છે. આથી અનેક મુસાફરો ત્રસ્ત થાય છે, એકલા મહિલા મુસાફરો ખૂબ મૂંઝવણ અનુભવે છે. બાબતની ફરિયાદ લોકોએ કરી ત્યારે એવો જવાબ આપવામાં આવ્યો કે ઉપરથી બંધ કરવાનો ઓર્ડર છે.

જ્યારે વિરોધ ઉગ્ર બન્યો ત્યારે તંત્રના રેલવે અધિકારીએ એવો જવાબ આપ્યો કે, પબ્લિકનો ધસારો હોવાથી અમારે બધું સાફ કરવું પડે, ગંદુ થાય તે માટે બંધ રાખવામાં આવ્યું છે. આવો જવાબ ત્યાંના ઓન ડ્યૂટી અધિકારીએ આપ્યો હતો. લાખો રૂપિયા ખર્ચવા છતાંય ચાલુ ઉપયોગ થઇ શકે તેવા સંશાધનો પ્રાપ્ય હોવા છતાંય તંત્રની આવી નિતીને કારણે મુસાફરોને તકલીફ ભોગવવી પડે છે.

ભાટિયા રેલવે સ્ટેશનમાં પ્રાથમિક સુવિધાના અભાવે મુસાફરો હેરાનગતિ ભોગવે છે. તસવીર- અશોક રાઠોડ

શૌચાલયોને તાળાં મારી દેવાયા

સ્ટેશનોમા રાત્રે અંધારપટ છવાયેલો રહે છે પ્લેટફોર્મની અનેક લાઇટો બંધ હાલતમા જોવા મળી રહી છે. છેલ્લા 2.5 વર્ષથી મુસાફરોને છાયો મળે તેમાટે છાપરાની મંજુરી મળી ગઈ હોવા છતા બનાવવામા આવ્યુ નથી. તેમજ શૌચાલયોને તાળા મારીને દેવામા આવ્યા છે. તંત્ર દ્વારા જવાબ આપવામા આવે છે કે આજુબાજુના લોકો શૌચાલય કરવા અહી આવતા હોવાથી શૌચાલયો ગંદા કરી દે છે. તેથી શૌચાલય બંધ કરી દેવામા આવ્યા છે. તેમજ પંખા પણ બંધ હાલતમા હોવાથી સ્ટેશન માસ્ટરે જણાવ્યુ હતુકે ખુલ્લી હવા આવે છેતો પંખા શુકામ ચાલુ રાખવા જોઇએ તેવા મનઘડત જવાબોથી આવક જાવક કરતા મુસાફરો માટે અનેક હાલાકીરૂપ પ્રશ્નો ઉભા થવા પામ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો