તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દ્વારકામાં વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધા યોજાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારકામાંસંકલ્પ એજયુકેશન એન્ડ ચેરી. ટ્રસ્ટ દ્વારા રવિવારના રોજ વેસ્ટમાંથી બેસ્ટની સ્પર્ધા તથા બોટલ આર્ટની પ્રદર્શન યોજાયું હતું. દ્વારકાના બાલ મંદિરમાં યોજાયેલ સ્પર્ધા ઉપરાંત વરવાળાના પ્રખ્યાત બોટલ આર્ટીસ્ટ અલ્પેશ કંસારા દ્વારા નિર્મિત બોટલ આર્ટની વિવિધ કલાકૃતિનાં પ્રદર્શનો લાભ પણ શહેરના અગ્રણીઓ સહિત ગ્રામજનોએ લીધો હતો. વેસ્ટમાંથી સ્પર્ધામાં કુલ 38 સ્પર્ધકોમાંથી બંને ગૃપમાંથી પ્રથમ ત્રણ કુમાર તથા કન્યાને ઇનામમાં શિલ્ડ તથા રોકડ પુરસ્કાર ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે આપ્યા હતાં. કાર્યક્રમને સફળ બનાવવા સંકલ્પ ગૃપના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...