જસદણમાંઆદમજી રોડ ઉપર આવેલ સમસ્ત પંચ બ્રાહ્મણની વાડી ખાતે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જસદણમાંઆદમજી રોડ ઉપર આવેલ સમસ્ત પંચ બ્રાહ્મણની વાડી ખાતે જસદણ સમસ્ત પંચ બ્રહ્મ સમાજ દ્વારા શ્રાવણસુદ-5નાં રોજ શ્રાવણી પર્વ નિમિત્તે સમૂહ યજ્ઞોપવિત બદલવાનો કાર્યક્રમ યોજાયો હતો. જનોઈ બદલવા માટે બ્રહ્મ સમાજની વાડીએ બ્રહ્મદેવો ભેગા થઇ સમૂહ યજ્ઞોપવિત બદલાવી હતી. કાર્યક્રમનાં આચાર્ય પદે નીલેશભાઈ વ્યાસ બિરાજી તમામ ભૂદેવોને શાસ્ત્રોક્ત વિધિથી નુતન યજ્ઞોપવિત ધારણ કરાવી હતી. કાર્યક્રમ બાદ પૂજ્ય સંતશ્રી હરિરામ બાપાના યજમાન પદે બ્રહ્મ ચોર્યાસીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તમામ બ્રહ્મ પરિવારોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ જલારામ ચા મણીયાર પરિવારના સૌજન્યથી યોજવામાં આવ્યો હતો.

આમ તો વર્ષોની પરંપરા મુજબ શ્રાવણી પૂનમના દિવસે યજ્ઞોપવિત ધારણ કરવામાં આવે છે પરંતુ શ્રાવણી પૂનમના દિવસે ચંદ્ર ગ્રહણ હોવાથી પાંચમના યજ્ઞોપવિત ધારણ કરવાનો દિવસ મનાતો હોવાથી ગુરૂવારે શ્રાવણ પંચમના દ્વારકાધીશના પૂજારીઓ અને ગુગળી જ્ઞાતિ દ્વારા મોટી સંખ્યામાં એકત્ર થઇ જનોઈ બડલાવવામાં આવી. તકે પરંપરા મુજબ શાસ્રોક્ત વિધિથી જનોઈ ધારણ કરી અને નાના બાળકોને ઋષિના પાટલે પગે લગાડવાનો કાર્યક્રમ પણ થયો સવારે 10 થી 1 દરમ્યાન વિધિવત કાર્ય કરી બ્રાહ્મણો સાથે સમૂહ પ્રસાદ કર્યુ

અન્ય સમાચારો પણ છે...