જિલ્લાકક્ષાનુ સ્વાતત્ર પર્વ દ્વારકામાં યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગામી15મી ઓગષ્‍ટ-૨૦૧૭ ની જિલ્‍લા કક્ષાની ઉજવણી દ્વારકા ખાતે સરકિટ હાઉસ પાછળના મેદાનમાં થનાર છે. કાર્યક્રમના સ્‍થળે બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, મંડપ, સાઉન્ડ લાઇટ વગેરે વ્યવસ્થા માટે કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન સાથે ચર્ચા કરી જરૂરી સુચનો કર્યા હતા. સાંસ્‍કૃતિક કાર્યક્રમના આયોજન માટે જિલ્‍લા શિક્ષણાધિકારી અને જિલ્‍લા રમતગમત અધિકારી સાથે ચર્ચા કરી સુચનો કર્યા હતા. સફાઇ તેમજ સ્‍ટ્રીટ લાઇટ માટે ચીફ ઓફીસર દ્વારકાને તથા દ્વારકાની સરકારી બિલ્‍ડીંગો તથા સાર્વજનિક સ્‍થળો પર લોકભાગીદારીથી સુશોભન કરવા મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી દ્વારકાને જણાવ્‍યું હતું.

અન્ય સમાચારો પણ છે...