Home » Saurashtra » Dwarka » Dwarka » ધ્રેવાડના મંદિરની તંત્ર દ્વારા જગ્યાની જાળવણી થતી હોવાની લોકોમાં બૂમ

ધ્રેવાડના મંદિરની તંત્ર દ્વારા જગ્યાની જાળવણી થતી હોવાની લોકોમાં બૂમ

Divyabhaskar.com | Updated - Jul 13, 2016, 03:50 AM

પૌરાણિક મંદિર પાસે ગેરકાયદે પ્રવૃત્તિ દ્વારકાતાલુકાના જુની ધ્રેવાડ પાસે સ્થિત કાલીમાતાના મંદિરે પુરાતત્વ...

  • ધ્રેવાડના મંદિરની તંત્ર દ્વારા જગ્યાની જાળવણી થતી હોવાની લોકોમાં બૂમ
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    પૌરાણિક મંદિર પાસે ગેરકાયદે પ્રવૃત્તિ


    દ્વારકાતાલુકાના જુની ધ્રેવાડ પાસે સ્થિત કાલીમાતાના મંદિરે પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષીત જાહેર કરવામા આવ્યુ છે. મંદિર 12 મી સદીમા નિર્માણ કરવામા આવ્યુ હોય તેવુ પુરાતત્વ વિભાગ પાસે સાબિતીઓ છે. તેમજ અહિના સ્થાનીક લોકોના જણાવ્યા મુજબ મંદિર નજીક અસમાજિક તત્વોનો અડ્ડો જામેલો રહે છે. સરકારી તંત્ર મંદિરની જાળવણી કરવામાં ઉણું ઉતર્યું છે.

    દ્વારકા રોડથી જુની ધ્રેવાડ અને નવી ધ્રેવાડ તરફ જતા છેવાડા પાસે કાલીમાતાનુ મંદિર 12 સદીમા નિર્માણ કરવામા આવ્યુ છે. તેમજ સ્મારક પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત જાહેર કરવામા આવ્યુ છે. રક્ષીત ઇમારતની જાણવળી કરવામા તંત્ર ઉણુ ઉતર્યુ છે. મંદિરમા ભગવાન બુધ્ધ શીલ્પની છાપ પણ જોવા મળે છે. એક હિંદુ મંદિર હોવા છતા બૌધ્ધ શિલ્પનો નમુનો કહી શકાય તેવુ પુરાતત્વ વિભાગે જણાવ્યુ છે. મંદિર પૌરાણીક સમયમા શીવની પુજા અહી કરવામા આવતી હોય તેવા પુરાવાઓ મળ્યા છે. માતાના દર્શને અહી અનેક શ્રધ્ધાળુઓ આવી રહ્યા છે.

    મંદિરમા આવવાનો માર્ગ અતીજર્જરીત હોવાથી મુસાફરોને અનેક હાલાકી ભોગવવી પડે છે. તેમજ મંદિરની આસપાસના વિસ્તારોમા દારૂની મહેફીલો થતી હોય તેવુ સ્થાનીક લોકો ચર્ચી રહ્યાછે. તેમજ પવિત્ર મંદિરમા અંધશ્રધ્ધાળુઓ દ્વારા ઘેટા, બકરા, પાડા વગેરેની બલી ચઢાવવામા આવતી હોવાની અનેક ઘટનાઓ બને છે. બાબતની પુરાતત્વ વિભાગે પુષ્ટી કરી હતી. પવિત્ર સ્થાનની પટાગંણમા શૌચાલય,પીવાનુપાણી, બેઠક વ્યવસ્થા , લાઇટ જેવી એક પણ સુવિધા કરવામા આવી નથી.અહિ અંધશ્રધ્ધાના અનેક ઘટનાઓ બનતી હોવાથી બાબતે સ્થાનીક પંચાયત થી લઈને ધારાસભ્યસુધી રજુઆતો કરવામા આવી છે.

    ભાટિયા નજીક આવેલા ધ્રેવાડના પૌરાણિક મંદિરની પુરાતત્ત્વ ખાતા દ્વારા જાળવણી કરવામાં આવતી હોય, વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિ ધમધમે છે. તસવીર- ભાસ્કર

    મંદિરમાં પ્રાથમિક સુવિધા કરવા માગ

    મંદિરનાસ્થાનીક હોથીભાઇએ જણાવ્યુ હતુકે વિસ્તારોમા રાક્ષસોનો ત્રાસ હોવાથી અહી માતાજી બેઠા છે, ચમરીયા વાઘેર, ગચ્છર રબારી દ્વારા માતાની સેવા આરાધના સદીઓથી કરવામા આવી રહ્યા છે. પુરાતત્વ વિભાગ દ્વારા મંદિર પરિસરમા બગીચોનુ નિર્માણ તેમજ પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવામા આવે તેવી માંગ ઉઠી છે. સ્થાનીક તંત્ર, જિલ્લા કલેકટર દ્વારા મંદિરનીપુરતી દેખરેખ રાખી જર્જરીત મંદિરને સ્થાપત્યરૂપ નમુના બનાવવા રજુઆત કરાઇ છે, તંત્રે પગલાં લીધા નથી.

  • ધ્રેવાડના મંદિરની તંત્ર દ્વારા જગ્યાની જાળવણી થતી હોવાની લોકોમાં બૂમ
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ