દેવભૂમિ દ્વારકામાં નિમ્નકક્ષાની સફાઇ માટે નગરપાલિકા જવાબદાર છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમારોડ રસ્તાના નિર્માણ તથા સફાઇમુદે દ્વારકા ન્યૂ વેપારી એસોસીએશન દ્વારા મુખ્યમંત્રી,નગરનિયામક સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. નગરપાલિકા દ્વારા આકસ્મિક બનાવોની સામે રક્ષણ માટે ફાયર એન્ડ રેસ્કયુ ટીમ બનાવવામાં આવી હોય જેને ફરજિયાત પણે ફાયરઓફિસ પર ઓન ડયુટીમા રાખવામા આવતી નથી.માર્ગોમા ગેરરીતી આચરાઇ હોય તે મુદ્દે રજૂઆત કરાઇ છે.

શ્રાવણ માસમાં લાખો લોકો પવિત્ર ગોમતી નદીમાં આવતા હોય વરસાદી માહોલમા પાણીમા હાઇટાઇડને કારણે વ્યાપક વહેણ હોય યાત્રિકોને ડૂબવાના બનાવો દર વર્ષે બનતા હોય રેસ્કયુ ટીમ દુઘટના સમયે બોલવાના સમય ચૂકવાથી મોટેભાગે હતભાગી મૃત્યુ થઇ જવાના બનાવો બનતા હોય રેસ્ક્યુ ટીમના બે જવાનોને ટ્રાફીકના સમયમા ગોમતી ઘાટ પર રેસ્ક્યુ બોટ સાથે ઓન ડયુટી રાખવા અનુરોધ કરાયો છે.

શ્રાવણ માસમાં રક્ષાબંધન,જન્માષ્ટમી સહિતના તહેવારો આવતા હોય દ્વારકા યાત્રાધામમા યાત્રીકોનો સવિશેષ ઘસારો હોય સથાનીકોની સાથે સાથે યાત્રિકોને પણ વ્યાપક અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો હોય માર્ગોના નિર્માણને અગ્રીમતા આપી તેને ઝડપથી નિર્માણ કરવા અનુરોધ કરાયો છે.આ ઉપરાંત પૂર્વ દરવાજા થી મથૂરા ભવન સુધી બનાવાયેલ સી.સી. રોડ હાલમાં બનાવાયો હોવા છતા વરસાદી પાણીમાં ધોવાણ ને કારણે કોંકરેટ બહાર આવી ગયો છે. જેમા વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોય પુનઃનવેસરથી બનાવી દેવામાં નહિ આવે અને આવા ભ્રષ્ટ કોનટાકટરને બ્લેક લિસ્ટમાં નહિ મૂકાય તો ન્યૂ વેપારી એસોસિએશનના સભ્યો સહિત સ્થાનીય લતાવાસીઓ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.

સાથે સફાઈ વિભાગ દ્વારા સફાઈની થતી કામગીરી ખુબજ નીમ્નસ્તરની જણાવી શૌચાલય, બાથરૂમ બિસ્માર હાલતમા જેવા મળતા હોય રોગચાળો ફેલાયનો ભય દર્શાવી તાકીદે દ્વારકાધિશ મંદિરને જોડતા નાના મોટા રસ્તાઓ તથા શહેરના તમામ પ્રમુખ નાના મોટા માર્ગો દરિયા કિનારાના વિસ્તાર તેમજ પાલિકા સંચાલિત વિસ્તાર સફાઈનું સ્તર ઉચ્ચ ગુણવત્તા સભરનું બનાવવા તથા રોડરસ્તો પર વરસાદી માહોલમા દવાઓનો છંટકાવ નિયમિત ધોરણે કરાવવા ન્યુ વેપારી એસોસિયેશનને ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...