તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેવાસામાં બે શખ્સની ધરપકડ કરતી પોલીસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેવાસામાંજમીન ખાલી કરાવવાના મુદ્દે ત્રીસ જેટલા શખ્સોએ ચાર યુવાનો પર હુમલો કર્યો હતો. બંદૂકમાંથી ફાયરીંગ કરેલા બનાવમાં પોલીસે બે શખ્સોની ધરપકડ કરી એક જીપ , બંદૂક સિઝ કર્યા છે.

મેવાસા ગામમાં સાંથણીમાં મળેલી જમીન ખાલી કરાવવાના અંગે ચાલતા વિવાદે ઉગ્ર સ્વરૂપ પકડયુ હતુ. પાંચ મોટરોમાં ધસી આવેલા મશરી ગાધેર, વજશી ગગા ગોરિયા, યોગેશભાઈ સહિતના પચ્ચીસથી ત્રીસ શખ્સોએ તે જમીનમાં ખેતીકામ કરતા કિરણભાઈ રાઠોડ, રાહુલ પાલાભાઈ, દુદા ઝીણાભાઈ, રાજુ વેજાભાઈ પર રિવોલ્વર, બંદૂકો વડે ફાયરીંગ કરાયાના બનાવે ભારે ખળભળાટ મચાવ્યો હતો. ત્યારે બનાવની ગંભીરતાને લક્ષમાં લઈ દેવભૂમિ દ્વારકાના પોલીસ કાફલો મેવાસા દોડી ગયો હતો.

દેવભૂમિ દ્વારકાના એસસી-એસટી સેલના ડીવાયએસપી આર.કે. પટેલ સઘન તપાસ હાથ ધરાઇ છે. જેમા મશરી પીઠા ગાધેર અને વજશી ગગા ગોરિયાની પોલીસે ધરપકડ કરી હુમલામાં વપરાયેલી એક બોલેરો તથા બંદૂક ઝબ્બે કર્યા છે. બન્ને આરોપીઓને રિમાન્ડની માગણી સાથે આજે સાંજે અદાલતમાં રજૂ કરવામાં આવશે.

રાજકોટ રેન્જના આઈજી ડી.એન. પટેલે તપાસનીશ અધિકારી તથા એસપી સાથે વાતચીત કરી બનાવની વિગતો જાણી હતી. પોલીસ તપાસમાં ખૂલેલી પ્રાથમિક વિગતો મુજબ જમીનની વાસ્તવિક માલિકી એક લોહાણા આસામીની હોવાનું ખૂલવા પામ્યું છે. જ્યારે તેઓએ જમીન ફરતે થોડા સમય પહેલાજ ફેન્સીંગ કરાવી હોવાનું પણ જાણવા મળ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...