બનાસકાંઠાના યુવાનની ડિજિટલ સાઇકલ યાત્રા દ્વારકા પહોંચી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બનાસકાંઠાજિલ્લાના થરા ગામના નાના એવા ખેડુત પુત્ર દિપસિંહ જીવાજી રાઠોડને એક દિવસ વિચાર આવ્યો કે મોટાભાગના લોકો યાત્રા કરે છે પરંતુ પોતે નથી કરી શકતા આર્થિકસ્થિતિ નબળી હોવાથી અને પોતે અભણ હોવાથી બીજો કોઇ ઉપાય હોવાથી જાતે સાયકલ લઇ યાત્રા કરવા નિકળવાનો ધ્યેય કર્યો. યુવાન દ્વારા છેલ્લા ચાર માસથી સાયકલ પ્રવાસ ખેડવામાં આવી રહયો છે. યુવાન દ્વારકાની યાત્રાએ પહોચ્યા ત્યારે સૌ કોઇ યુવાનની સાયકલને જોવા ઉમટી પડયા હતાં.

દિપસિંહ દ્વારા સાયકલ યાત્રા શરૂ કરવામાં આવી પરંતુ તેમની સાયકલ એક ડિઝિટલ ઇન્ડીયાના સંદેશ સાથે સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવી છે. જેમાં સાયકલ એક અદ્દભૂત રીતે બનાવવામાં આવી છે. જેમાં 10 ઇચનુ ટીવી, લાઇટીંગ, સેન્સર સીસ્ટમ, ટેબલ ફેન, મોબાઇલ રીચાર્જ, ઘડીયાલ, ઓડિયોે સીસ્ટમ જેવી અદ્યતન સુવિધા પોતાના વ્યકિતગત પુરૂષાર્થથી બનાવવામાં આવી છે અને એક લાખના ખર્ચે ઇલેકટ્રીક ઉપકરણથી સજજ વિશેષ સાધન સુવિધા સાથે બનાવવામાં આવી છે. યુવાન ડિજીટલી સાયકલ લઇને આવ્યા ત્યારે દ્વારકાવાસીઓ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતાં.

એક લાખના ખર્ચે ઇલેક્ટ્રિક ઉપકરણથી સજ્જ બની નીકળ્યો

અન્ય સમાચારો પણ છે...