તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખરીફ પાક માટે 70 હજાર હેક્ટર વાવેતર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારકાજિલ્લાના કલ્યાણપુર તાલુકામા વરસાદ બાદ ખેતીલાયક જમીનોમા કુલ ૭૦ હજાર હેકટર જેટલું વાવેતર ખેડુતો દ્વારા કરાયું છે. ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે હજૂ ૪૦૦ થી પ૦૦ હેકટર જેટલી જમીનો વરસાદ પડવાથી ઓછો થવાથી કે અન્ય કારણથી પડતર રહી છે.હાલ ફરી એકવાર ખેડુતો દ્રારા વરસાદની રાહ જોવાઈ રહી છે વાવેલા બીજને જો સમયે વરસાદ થાય તો ખુબ મોટો ફાયદો થઇ શકે તેમ છે.

કલ્યાણપુર તાલુકામા સિઝનનો કુલ થી ઈચં વરસાદ પડયો જેનાથી અનેક ખેડુતોમાટે સરસ શરૂઆત ગણી શકાય વાવેતરોમા બીજ અંકુરણ પણ થઈ ગયા છે. બહાર નીકળી જમીનો પર સીધી લાઈનોનાં રૂપમા દેખાઈ રહી છે. તાલુકામા અધિકારીના જણાવ્યા પ્રમાણે હાલ ૯૦ ટકા વિસ્તારોમા મગફળીનું વાવેતર કરાયું છે. તાલુકો મગફળીના ઉત્પાદન માટે પંકાયેલો છે.આ સીવાયના વિસ્તારોમા કપાસનું વાવેતર પાચ થી ટકામા થયુ છે.

ઉપરાતં અન્ય પાક જેવા જાર ,બાજરો અને ધાસચારાના વાવેતરો થયા છે.જો કે થોડા સમય બાદ ર૦૦ થી ૩૦૦ હેકટરમા એરંડાનું વાવતર કરાયું છે.જો કે તાલુકાનું તેલીબીયાના ઉત્પાદનોમા મહત્વનું પ્રદાન હોય છે.

અમુક વિસ્તારોના ખેડુતોએ સીઝનના વરસાદની અગાઉ વાવેતરો કર્યા હતા તેમા બીજઅંકુરણ થયા પહેલા ધોધમાર વરસાદ પડતા તેમના બીજને ઉગવામા મુશ્કેલી પડે શકે તેમ હતી.

ખેતરો કે મોલાતોમા ૩૦ થી પ૦ ટકાકે અમુક ખેતરોમા પાક ફેલ જવાની ધટનાઓ પણ બની હોવાની બાબત સામે આવી હતી.પરંતુ વિસ્તારો ઓછા છે. હાલ ફરી એકવાર ખેડુતો દ્રારા વરસાદની રાહ જોવાઈ રહી છે વાવેલા બીજને જો હવે સમયે વરસાદ થાય તો ખેડૂતોને ખુબ મોટો ફાયદો થઇ શકે તેમ છે.

કલ્યાણપુર તાલુકામાં મગફળી મુખ્ય પાક, 90 ટકા વિસ્તારોમાં વાવણી

અન્ય સમાચારો પણ છે...