તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દ્વારકામાં દંડીસ્વામીનું આગમન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારકાશારદાપીઠના દંડીસ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ છેલ્લા બે માસથી હરીદ્વાર ખાતે જગદગુરૂ સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ સાથે ચાતુમાર્સનું વ્રત પૂર્ણ કરી દ્વારકા આવી રહ્યા છે. દ્વારકાની અનેક સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓ દંડીસ્વામીજીનું સ્વાગત કરાશે. છેલ્લા બે માસથી હરીદ્વાર ખાતેના ચાતુર્માસ બાદ સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારકા ખાતે હવે સતત દેવદિવાળી સુધી રોકાણ કરી નવરાત્રિથી શરૂ થતાં ધાર્મિક તહેવારોમાં ભાગ લેશે.શારદાપીઠના પ્રતિનિધિ વર્તુળના જણાવ્યા પ્રમાણે સદાનંદ સરસ્વતીજી મહારાજના સાનિધ્યમાં દ્વારકા શારદાપીઠમાં આગામી નવરાત્રીમાં માતાજીનું અનુષ્ઠાન,ચંડીપાઠ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

અન્ય સમાચારો પણ છે...