ધ્રોલમાં માત્ર દલિતોએ કરેલા ગેરકાયદે દબાણો પર ધોંસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રોલમાંતા. ૨૪મીનાં રોજ નગરપાલિકા દ્વારા ધ્રોલનાં હાઇવે રોડ પર, દ્વારકાધીસ સોસાયટી, ત્રીકમવાસ, અને નગરનાકામાં એક દુકાનની બહાર નીકળતી દિવાલનું ડીમોલેશન કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ દબાણો દલિતોનાં હોવાનું કહેવાયું હતું. જે સંદર્ભે ધ્રોલ તાલુકાનાં દલિત સમાજમાં રોષ ભભુકી ઉઠયો હતો અને ધ્રોલ તાલુકા દલિત સમાજનાં પ્રમુખ ડી.ડી.વાઘેલા, મહામંત્રી જી.આર.વાણીયા, એડવોકેટ એન.વી. ગોહીલ, રાજુભાઇ ચૌહાણ, એડવોકેટ દિનેશભાઇ વાઘેલા , રાજુભાઇ પરમાર સહિતનાં આગેવાનો સાથે વિશાળ સંખ્યામાં ઉમટી પડી મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને તા. ૩૦ મી માર્ચ થી સત્યાગ્રહ પર બેસવા ની ચીમકી ઉચ્ચારાઇ છે.

આવેદનપત્ર માં દલિતસમાજ દ્વારા જણાવાયું છે કે ધ્રોલ શહેર માં વર્ષોથી જાહેર રસ્તાઓ તેમજ ગૌચર અને ખરાબા ની જમીનો માં આડેધડ ગેરકાયદે દબાણો કરવા માં આવેલ છે.

આવેદન પાઠવીને ગાંધીચિંધ્યા માર્ગે લડતની ચીમકી

અન્ય સમાચારો પણ છે...