તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દ્વારકાની ગોમતી નદીમાં સ્નાન કરતી વખતે વૃધ્ધાનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તીર્થક્ષેત્રદ્વારકામાં અમદાવાદથી પરિવાર સાથે દર્શનાર્થે આવેલા એક વૃધ્ધાનું ગોમતી નદીમાં નહાવા ગયા હતાં ત્યારે ડૂબી જવાથી મૃત્યુ થયું છે. નદીમાં નહાવ પડ્યા ત્યારે વૃધ્ધાને એક મોજું જોતજોતામાં પાણીમાં ખેંચી ગયું અને તેઓ ગરક થઇ ગયા હતાં અને બચાવના કોઇ પ્રયાસ સફળ થયા હતાં.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા રેખાબેન પુરનમલ અગ્રવાલ નામના 59 વર્ષના વણિક વૃધ્ધા તેમના પરિવારજનો સાથે દ્વારકામાં દર્શનાર્થે ગયા હતાં ત્યારે દ્વારકામાં દ્વારકાધીશના દર્શન ઉપરાંત ગોમતી નદીના સ્નાનનું મહત્ત્વનું ગણાય છે માટે વૃધ્ધા ત્યાં સ્નાન કરવા ગયા હતાં.

સ્નાન કરતી વખતે રેખાબેનને દરિયાઇ મોજું પાણીમાં ખેંચી જતા જોતજોતામાં તેઓ ડૂબવા લાગ્યા હતાં અને કાંઠે ઊભેલા લોકો અને પરિવારજનો બચાવો-બચાવોની બૂમો પાડતા હતાં, પરંતુ મોજું તાણી ગયું હોય, જોત જોતામાં ડૂબી જવાના કારણે તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે રામસહાય લાલુપ્રસાદ વાણિયાએ દ્વારકા પોલીસમાં જરૂરી નોંધ કરાવી છે.

પરિવારજનો સાથે અમદાવાદથી આવ્યા હતાં

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો