તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamkhambhaliya
  • Dwarka
  • એકતરફ કેંદ્ર સરકાર પવિત્ર યાત્રાધામ દ્વારકામાં કરૉડૉની ગ્રાંટ મંજુર

એકતરફ કેંદ્ર સરકાર પવિત્ર યાત્રાધામ દ્વારકામાં કરૉડૉની ગ્રાંટ મંજુર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એકતરફ કેંદ્ર સરકાર પવિત્ર યાત્રાધામ દ્વારકામાં કરૉડૉની ગ્રાંટ મંજુર કરી વિકાસ કાર્યો કરાવી દ્રારકાને હેરીટેજ ઘોષીત કર્યુ છે. ત્યારે જ્યારે બીજી તરફ તૈયાર થયેલા વિકાસ કાર્યો જાળવણીના અભાવે ધુળ ખાઇ રહ્યા છે.

વિકાસ કાર્યો પૈકી એક છે ગોમતી ઘાટ... ગોમતી ઘાટ પર અનેક શ્રધ્ધાળું, દેશ વિદેશથી અનેક પર્યટકો દર વર્ષે લાખોની સંખ્યામા આવતા હોય છે. જર્જરીત અને અનેક જગ્યાએ તુટી ગયેલ ગોમતી ઘાટ અંગે ખરાબ અનુભવ લઈને જતા હોય છે.

ગોમતીધાટને એક (રીલાયન્સ) ખાનગી કંપનીની મદદથી સંપૂર્ણ ધાટ કાળા પથ્થરો વડે મઢવામાં આવેલા, પણ જાળવણી નો અભાવ તથા દરીયાઇ પાણીના પ્રવાહના લીધે ધણા લાંબા સમયથી તુટી જવા પામ્યા હોય , ઉચ્ચતર કક્ષાએ ધણી રજુઆત છતા કોઇ જાળવણી કરવામાં આવી નથી.

હાલની ધખતી ગરમી તથા વેકેશન સમય હોય મોટા પ્રમાણમાં લોકો અહી પવિત્ર નદીમાં સ્નાનનો મહિમાના લીધે નદીમાં સ્નાન કરતા નદીમાં ધાટના તુટેલા પથ્થરો લાગી જવાની ઘટનાઓ બનતી રહે છે. છેલ્લા કેટલાક સમયથી ગોમતી નદીના તટ પર ચુંદડી મનોરથનુ મહિમા વધવા પામ્યુ છે. જેથી વૈષ્ણવો જગત મંદિરના શીખર પર ધ્વજારોહણ સાથે ગોમતી તટ પર ચુંદડી મનોરથ તથા ધાટ પર મહાઆરતીનુ આયોજન કરવા લાગ્યા છે. પરંતુ જર્જરીત ધાટ પર માનવમહેરામણ ઉભી ગોમતી માતાની આરતી ઉતારતા હોય અને કોઇ દુર્ધટના ધટે તે પહેલાં ધાટનુ સમારકામ ખુબ જરૂરી છે.જેથી મોટી જાનહાની થતા અટકાવી શકાય.

અન્ય સમાચારો પણ છે...