અમદાવાદના કોલ સેન્ટરના કૌભાંડનું પગેરું દ્વારકામાં ખુલ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદમાંગત 23મી માર્ચના રોજ કોલ સેન્ટરના નામે વિદેશીઓ સાથે છેતરપિંડી કરતા બોગસ બીન અધિકૃત પકડાયેલ કોલ સેન્ટરનું પગેરૂ દ્વારકા તાલુકામાં ખુલ્યાનું બહાર આવ્યું છે.

અમદાવાદ પોલીસ દ્વારા તા. 23ના અમદાવાદના આંબાવાડી વિસ્તારના એક કોમ્પલેક્ષમાં ખાનગીમાં બિન અધિકૃત ચાલતા કોલ સેન્ટર પર એલીસબ્રીજ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ દરોડો પાડ્યેા હતો. કોલ સેન્ટર પરથી 2.50 લાખ રૂપિયાના કોમ્પ્યુટર, મેજીકજેક, હેન્ડા આઉટ અને સાેફટવેરની મદદથી અમેરિકન નાગરિકોનો સંપર્ક કરી તેમને લોનની લાલચ આપી બેંક એકાઉન્ટ, યુઝર પાસવર્ડ મેળવી કોમ્પ્યુટરની મદદથી ખોટા ચેક બનાવી જેતે ગ્રાહકના બેંકના ખાતામાં અપલોડ કરી નાણા બારોબારથી મેળવી છેતરપિંડી કરવાના આરોપસર કોલ સેન્ટર સંચાલકના મુખ્ય આરોપીના કુટુંબીજનો સાથે તાલુકાના ત્રણ યુવકો પકડાયા હોવાનું અને અન્ય કોઇ રજા પર હોવાથી બચી ગયા હતાં.

કોલ સેન્ટરનો સંચાલક પણ તાલુકાના મીઠાપુર ગામનાે હોવાનં અને પોલીસે તેને શોધતા હોવાનું બહાર આવ્યું છે.

કોલ સેન્ટરના તાર અંગે સુધી લંબાણી અને તેમાં નોકરી કરનારા પણ તાલુકાના બેરોજગાર યુવાનો અમદાવાદ નોકરી કરવાના બહાને ફસાયા હોવાનું પણ સામે આવી શકે તેવી શકયતાઓ સેવાઇ રહી છે. દ્વારકાનો પહેલો સાયબર ક્રાઇમનો ગુનો કરનાર તાલુકાના વતની હોવાથી સમગ્ર તાલુકામાં બનાવથી ભારે ચર્ચાઓ ઉઠી છે. દ્વારકામાંથી પહેલો આંતરરાષ્ટ્રીય સાઇબર ક્રાઇમ બહાર આવ્યું છે.

કોલ સેન્ટરના નામે દરરોજ વિદેશીઓને કોલ થતાં હતા

સેન્ટરનો સંચાલક મીઠાપુરનો વતની હોવાનો ઘટસ્ફોટ

અન્ય સમાચારો પણ છે...