સામસામી પોલીસ ફરિયાદ નોધાવવામાં આવી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારકામાં વેવાઈઑ વચ્ચેની બોલાચાલીએ માથાકૂટનું સ્વરૂપ ધારણ કરી લેતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોચ્યો હતો. દ્વારકાના રૂપેણ બંદર પર યુવતી રિસામણે માવતરે ચાલી જવાના પ્રશ્ને સોમવારે મછિયારા વેવાઈવેલાના બે જૂથો વચ્ચે બઘડાટી બોલી હતી.

દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં રહેતા સલીમ હુસેન ઈસ્બાણી નામના મછિયારા યુવાનની બહેનના નિકાહ વિસ્તારમાં રહેતા અન્ય એક મુસ્લિમ પરિવારમાં થયા પછી સલીમની બહેન થોડા સમયથી રિસામણે આવી ગઈ હતી. જેના કારણે બન્ને પરિવારો વચ્ચે બોલાચાલી થઈ હતી તે બાબતનો ખાર રાખી સોમવારે સાંજે સલીમ પર શબીર ફકીરા, હારૂન જુમા, અબ્દુલ જુમા તથા જાફર જુમા નામના ચાર શખ્સોએ લાકડી-પાઈપ વડે હુમલો કરી માર માર્યો હતો જેની સલીમે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદની સામે સામા પક્ષના દ્વારકાના દાતારી ચોકમાં રહેતા કાદર જુમા સમા ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું છે કે, દસેક દિવસ પહેલા સલીમ હુસેન ઈસ્બાણીની રિસામણે ચાલી ગયેલી બહેનના પ્રશ્ને બોલાચાલી થયા પછી ગઈકાલે કાદર પર સલીમ અને અબ્દુલ હુસેન, ઈરફાન હુસેન તથા ઈબ્રાહીમ હુસેન નામના ચાર શખ્સોએ પાઈપ-લાકડી વડે હુમલો કરી આડેધડ માર માર્યાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...