દ્વારકામાં જિલ્લાની સરકારી શાળાઓનું ઝીરો ટકા પરિણામ
દ્વારકાજિલ્લામાં સરકારી શાળાઓનું પરિણામ કથળી રહ્યું છે અનેક શાળાઓના પરિણામ ઝીરો ટકા આવ્યું છે. આમ સરકારી શાળાઓનું કથળતું પરિણામના કારણે વાલીઓએ ફરજીયાત પણે પોતાના બાળકોને ખાનગીમા દાખલ કરવા પડી રહ્યાં છે. દ્વારકામા 30થી વધુ શાળાઓના પરિણામ ઝીરો ટકા એટલે કે એક પણ વિદ્યાર્થી પાસ થયા હોય તેવી શાળાઓ હાલ ચાલી રહી છે. જેમા શિક્ષણ વિભાગ,સ્થાનિક રાજકારણ દીશાહિન હોવાને કારણે માત્ર વાતો કરવામા આવી રહી છે.વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામા આવી રહ્યાં છે તેમજ છેવાડનો જિલ્લો હોવાના કારણે ઉચ્ચકક્ષાએ નોંધ લેવાતી નથી.
શિક્ષણ વિભાગ ઉપર ઘણા સવાલો ઉઠયાં છે જેમા ખાનગીશાળાઓની જેમ યોગ્યતા અનુસાર શિક્ષકો નિમવા અને નહી હોય તો દંડ ભરવો પડશે. પરંતુ પરિણામની દ્રષ્ટીએ સરકારી કરતા ખાનગીશાળાઓના પરિણામ એકંદરે સારા રહ્યાં છે. સરકારી શાળાઓના લોક માનસમા એકદમ નબળી છાપ ઉભી થઈ છે. જેનું સિધુ જવાબદાર તંત્ર છે. વિધિવત ચકાસાણીઓથી માંડી ઇન્સપેકશન સહિતની કામગીરી થાય છે. છતા સરકારી સ્કુલો શા માટે નબળી પુરવાર થાય છે. હાલ વાલીઓની રજૂઆત છે કે,સરકારી શાળાઓમા પુરતુ ધ્યાન અપાયતો ઘણી સકારાત્મક અસર જોવા મળી શકે છે.
ઘણી શાળાઓકે જેના એક પણ વિદ્યાર્થીઓ પાસ થયા નથી