તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરમણ ભજગોતર | પોરબંદર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરમણ ભજગોતર | પોરબંદર

આજનાઆધુનિક યુગમાં ટેસ્ટટ્યુબ બેબીના માધ્યમથી નિ:સંતાન દંપતિને સંતાનસુખની પ્રાપ્તિ થઈ શકે અને ટેસ્ટટ્યુબ બેબીથી ઘણા દંપતિઓને વર્ષો બાદ પણ સંતાનસુખ થયું હોય તેમ જાણવા મળે છે, તો પોરબંદરની એક ખાનગી હોસ્પિટલમાં દ્વારકા જિલ્લાની મહિલાએ 20 વર્ષ બાદ ટેસ્ટ ટ્યુબ બેબી દ્વારા એક સાથે 3 બાળકોને જન્મ આપ્યો છે. દ્વારકા જિલ્લાના ગામડાના દંપતિને લગ્નના 25 વર્ષ થયા પરંતુ સંતાનનું સુખ નહીં મળતા દંપતિ અને પરિવારજનો ચિંતીત બન્યા હતા અને તેમણે પોરબંદરના જાણીતા ગાયનેક તબીબ ડો. રણજીતભાઈ લાખાણી, ડો. કૈલાશબેન લાખાણી, તેમના પુત્ર ડો. જય અને ડો. વિશાખાબેનની સમક્ષ સંતાન સુખની ઈચ્છા વ્યક્ત કરી હતી. આથી તબીબોએ ટેસ્ટ ટ્યુબ બેબી દ્વારા ગર્ભાધાન કરાવ્યું હતું. અંતે મહિલાએ 3 સંતાનોને એકસાથે જન્મ આપ્યો છે જેમાં 2 પુત્રી અને 1 પુત્રનો સમાવેશ થાય છે. એકીસાથે 3 સંતાનોનો જન્મ થતાં પરિવારજનો હરખઘેલા બની ગયા હતા. વર્ષો બાદ દંપતિને સંતાનસુખ પ્રાપ્ત થતા પરિવારમાં ખુશાલી વ્યાપી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...