તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અદાલતમાં ચાલી રહેલા કાનૂની જંગને કારણે દેવભૂમિ દ્રારકા જિલ્લામાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અદાલતમાં ચાલી રહેલા કાનૂની જંગને કારણે દેવભૂમિ દ્રારકા જિલ્લામાં 71 શિક્ષકોની આંતરિક બદલી ફારસરૂપ બની છે. ઓનલાઇન બદલી પ્રક્રિયા સામે રોષની લાગણી ફેલાઇ છે.

દેવભૂમિ દ્રારકા જિલ્લામાં દ્રારકામાં અને ખાસ કરીને ગામડાઓમાં સરકારી શીક્ષકની નોકરી કરતા અમુક શીક્ષકોને ધરથી ફરજનું સ્થળ દુર હોવાથી તથા નાના બાળકોની અને અન્ય સમસ્યાઓના કારણે મુશ્કેલીઓનો કરવો પડતો હતો. પરંતુ સરકારના નવા આંતરિક બદલીના નીયમના કારણે નોકરીનું મનગમતું સ્થળ ઓનલાઇન ભરી અને તે જગ્યા ખાલી હોય તો બદલીના નિયમને લોકોએ વધાવ્યો છે. જે અંતર્ગત દ્વારકા જીલ્લામાં 71 જેટલા શીક્ષકોની આંતરિક બદલી થઇ છે. પરંતુ આ તમામ બદલીઓ હાલમાં કાગળ પર થઇ છે. તેનુ મુખ્ય કારણ શીક્ષકોની ધટ છે. પરંતુ તે પુર્ણ થતા બદલી પામેલા શિક્ષકોને પસંદગીનુ સ્થળ મળી જશે. પરંતુ શીક્ષકોની ઓન લાઇન પસંદગી પ્રક્રીયા મામલો કોર્ટમાં ચાલતો હોવાથી કોઇપણ શીક્ષકોને પોતાની પસંદગીનું સ્થળ ન મળતા હાલ પૂરતી શિક્ષકોની ઓન લાઈન પસંદગી પ્રક્રિયા ફારસરૂપ બની છે. કોર્ટમાં મામલો પેન્ડીંગ હોવા છતાં શા માટે ઓનલાઈન પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવે છે તે મુદ્દો શિક્ષકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...