• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamkhambhaliya
  • Dwarka
  • દ્વારકાના ભીમરાણા ખાતે ઓવર બ્રિજ ખુલો મુકાતા ટ્રાફિક સમસ્યા ભુતકાળ બની

દ્વારકાના ભીમરાણા ખાતે ઓવર બ્રિજ ખુલો મુકાતા ટ્રાફિક સમસ્યા ભુતકાળ બની

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારકાના ભીમરાણા નજીક રેલવે ફાટકના કારણે ટ્રાફિકની ઘોર સમસ્યાથી વાહનચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતાં.દિવસ દરમિયાન અનેક વખત ટ્રેનના આવાગમનના કારણે ફાટક બંધ થતા ભારે વાહનોને કારણે ભારે ટ્રાફિક સમસ્યા ઉદભવીત હતી.તેમજ મીઠાપુર નજીક ટાટા કંપની હોવાથી કંપનીના ભારે વાહનોની પણ આ ફાટક પરથી સતત અવર જવર રહેતી હોય છે.ટ્રાફિક સમસ્યાના કાયમી નિવારણ માટે 20 કરોડના ખર્ચે રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે.જેનું મંગળવારે ધારાસભ્યના હસ્તે લોકાર્પણ થતા વાહનચાલકો માટે ટ્રાફિક સમસ્યા ભુતકાળ બની છે.

રેલવે ફાટક પર વારંવાર સર્જાતી ટ્રાફિકની સમસ્યાના કારણે વાહનચાલકોની લાંબી કતારો લાગતી હતી.વર્ષોથી સર્જાતી ટ્રાફિકની ગંભીર સમસ્યા ઉકેલવા રાજ્ય સરકાર દ્વારા રેલવે ફાટક પર ઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે.ઓવરબ્રિજનું લાંબા સમય બાદ કામ પૂર્ણ થતા મંગળવારે ધારાસભ્ય પબુભા માણેકના હસ્તે ઓવરબ્રિજને રીબીન કાપી વાહનચાલકો માટે ખુલ્લો મુકાયો હતો. ઓખાથી દ્વારકા વચ્ચે ૧૦૦ કરોડના પ્રોજેક્ટ અંતર્ગત વીસ કરોડના ખર્ચે તૈયાર થયેલ ઓવર બ્રિજને ખુલ્લો મુકતા લોકોના સમયનો બચાવ થવા પામ્યો છે.લગભગ એક વર્ષના લાંબા સમય બાદ આ બ્રીજ તૈયાર થયો છે.ટાટા કેમીકલ્સ ફેકટરી હોવાથી ટ્રક તથા માલવાહક ટ્રાન્સપોર્ટની અવરજવર ખુબ હોય છે,પરંતુ ટ્રેન ના આવન જાવન ના લીધે ફાટક બંધ હોવાથી ટ્રાફીકની ખુબ સમસ્યા થતી,પરંતુ આ ઓવર બ્રીજ બનતા ટ્રાફીકની સમસ્યા ભુતકાળ બનશે.

અન્ય સમાચારો પણ છે...