Home » Saurashtra » Dwarka » Dwarka » દ્વારકા પંથકમાં જંતુનાશક દવાથી જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે

દ્વારકા પંથકમાં જંતુનાશક દવાથી જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:30 AM

દેશી છાણીયું ખાતરનો ઉપયોગ ખેડુતો ટાળી રહ્યાં છે રાસાયણિક ખાતરથી જમીનમાં ક્ષારનું પ્રમાણ પણ વધ્યું

  • દ્વારકા પંથકમાં જંતુનાશક દવાથી જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે
    દ્વારકા જિલ્લામાં દરિયાના કારણે જમીનમાં પહેલેથી જ ક્ષારનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. ઉપરાંત હવે ખેડુતો આડેધડ રાસાયણિક ખાતરનો જમીનમાં ઉપયોગ કરી રહ્યાં છે. નિંદામણને દુર કરવા ખેડુતો અલગ અલગ દવાઓનો ખેતરમાં છંટકાવ કરતા હોય છે.પરંતુ જમીનની ચકાસણી કર્યા વિના જ બેથી ચાર પ્રકારની દવાઓને સાથે મેળવીને છંટકાવ કરતા હોવાથી જમીનને ઝેરી અસર થઇ રહી છે. બીજી બાજુ ખેડતો દેશી ખાતર (છાણીયું ખાતર)નો ઉપયોગ ટાળી રહ્યાં છે. જમીનમાં ઘટી રહેલા છાણીયા ખાતરના ઉપયોગના કારણે જમીનમાં માઇક્રો ન્યુટનનું પ્રમાણ નીચું જઇ રહ્યું છે. હાલમાં ખેડુતો જમીનની ગુણવતા કે ચકાસણી કર્યા વિના જ આડેધડ રાસાયણિક ખાતર યુરિયા,ડીએપી અને ફોસ્ફરસ જેવા ખાતરોનો ઉપયોગ કરી રહ્યા છે. જેથી પાકને પણ આડ અસર થઇ રહી છે. ખેતરમાં નિંદામણમાં વધારો થવાનું કારણ મહતમ ઘટી રહેલા દેશી ખાતરનો ઉપયોગ છે. બીજી હાથથી નિંદામણ કરવું ખેડુતોને પળવળે તેમ ન હોય તેમજ સમયનો પણ બગાડ થતો હોવાથી દવાનો છંટકાવ કરવાનું વધારે અનુકુળ હોવાનું જણાવી રહ્યા છે. દ્વારકા જિલ્લાના ખેતિ નિયામક અધિકારી સ્નેહલ દાણીધારિયાએ જણાવ્યું હતું કે,જમીનની ઉત્પાદકતા ઘટવા પાછળનું કારણ જો કોઇ જવાબદાર હોય તો તે,આડેધડ ખાતરનો ઉપયોગ કરવો તે છે.ખેડુતોએ જમીનની ગુણવતા તપાસવી જોઇએ અને ત્યાર બાદ જ દવા અને ખાતર નાંખવું જોઇએ.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ