Divya Bhaskar

Home » Saurashtra » Dwarka » Dwarka » આજે દ્વારકા, કલ્યાણપુરમાં કરોડના ખર્ચે સંકુલનું લોકાર્પણ

આજે દ્વારકા, કલ્યાણપુરમાં કરોડના ખર્ચે સંકુલનું લોકાર્પણ

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:30 AM

રાજ્યમંત્રીના હસ્તે સવારે 9 વાગ્યે દ્વારકા અને બપોરે કલ્યાણપુર ખાતે લોકાર્પણ

  • આજે દ્વારકા, કલ્યાણપુરમાં કરોડના ખર્ચે સંકુલનું લોકાર્પણ
    કરોડના ખર્ચે નિર્મિત તાલુકા પંચાયત દ્વારકા, કલ્યાણપુર સંકુલનું લોકાર્પણ આજે રાજયમંત્રી જયદ્રથસિંહજીના હસ્તે થશે.દ્વારકા તાલુકા પંચાયત સમુદ્ર કિનારે વર્ષો જુની કચેરી જર્જરિત બનતા સરકાર દ્વારા કરોડોના ખર્ચે આધુનિક સુવિધા સાથે તાલુકા પંચાયત ભવન બનાવવામાં આવ્યું છે. નવ નિર્મિત તાલુકા પંચાયતમાં સંકુલમાં બહુમાળી ભવનમાં તેમજ જનસેવા કેન્દ્ર,પાર્કિંગ સુવિધા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ છે.

    દ્વારકા તાલુકા પંચાયત વર્ષોથી સમુદ્ર કિનારે જર્જરિત હાલતમાં દ્રશ્યમાન થઇ રહ્યું હતું. અનેક વખત નવિનીકરણ કરવા માટેની રજુઆતો કરાઇ હતી. જેના અનુસંધાને ગુજરાત રાજ્ય સરકારના સીડીપી 3 યોજના અંતર્ગત 2 કરોડ 85 લાખના ખર્ચે મંજૂર કરાયેલ નાણાકીય ગ્રાન્ટ સહિતના ભંડોળમાંથી આ સંકુલ વહીવટી તેમજ અન્ય સુવિધાઓનો લાભ પ્રજાજનોને મળે તેવા હેતુથી અદ્યતન બનાવાયેલ છે, કાર્યપાલક ઈજનેર કચેરી, પંચાયત માર્ગ, મકાન વિભાગએ નિર્માણની કામગીરી સુંદર રીતે સંપન્ન કરેલ છે. ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી જયપ્રથસિંહજીના હસ્તે આ સંકુલને ખૂલ્લું મૂકાશે, જેમાં અતિથિવિશેષ પદે દેવભૂમિ દવરકા જિલ્લાના પ્રભારી વાસણભાઈ આહિર, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક, જિલ્લા કલેક્ટર ડોડીયા, જિલ્લા વિકાસ અધિકારી રાવલ તથા જિલ્લા પંચાયતના પ્રમુખ રેખાબેન ગોરીયા ઉપસ્થિત રહેશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending