• Home
  • Saurashtra
  • Dwarka
  • દેવભૂમિ દ્વારકા આરટીઓ દ્વારા 24 વાહનોને દંડ

દેવભૂમિ દ્વારકા આરટીઓ દ્વારા 24 વાહનોને દંડ

પોરબંદર હાઇવે પર ઓવરલોડ દોડતા ટ્રકચાલકોને કાયદાનું ભાન કરાવ્યુ઼ં

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:30 AM
દેવભૂમિ દ્વારકા આરટીઓ દ્વારા 24 વાહનોને દંડ
દ્વારકા પંથકમાં તેમજ પોરબંદર ખંભાળિયા હાઇવે પર ખાનગી ટ્રાવેલ્સો તેમજ ટ્રકચાલકો ઓવરલોડ ભરીને પરિવહન કરી રહ્યા છે.ભારે માલવાહક વાહનો કેપેસીટી ઉપરાંત માલ ભરીને હાઇવે પર દોડી રહ્યા હોવાની અનેક ફરિયાદો ઉઠી છે.જેના આધારે દ્વારકા આરટિઓએ આવા ટ્રકચાલકો અને ટ્રાવેલ્સોને કાયદાનું ભાન કરાવવા માટે છેલ્લા પાંચ દિવસથી સ્પેશીયલ ચેકિંગ ડ્રાઇવ કરવામાં આવી રહ્યું છે.જેમાં કુલ 24 જેટલા ટ્રકચાલકો અને એક ટ્રાવેલ્સ ઝપટમાં આવી ગયા છે. જેમાંના 19 ટ્રકોને ડિટેન કરવામાં આવ્યા છે.

દ્વારકામાં હાઇવે રોડ પર પોલીસની સ્હેજ પણ બિક વિના માલવાહક વાહનો ઓવરલોડ ભરીને ખુલ્લેઆમ પરિવહન કરી રહ્યા છે તે વાત જિલ્લાભરમાં જાહેર છે.તેમજ ખાનગી ટ્રાવેલ્સવાળા પણ ઓવરલોડ યાત્રિકોને બેસાડીને જીવના જોખમે ચલાવી રહ્યાં છે.જે અંગેની વારંવાર અનેક ફરિયાદો આવતા દ્વારકા આરટિઓ દ્વારા સ્પેશીયલ ચેકિંગ ડ્રાઇવ કરવામાં આવી રહ્યું છે.દ્વારકા આરટિઓ ચીરાગ મહેરા,એસ કે કોડીયાતર અને આર.આર ગજ્જર તેમજ સ્ટાફ દ્વારા હાઇવે પર અલગ અલગ જગ્યા પર સઘન ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં અલગ અલગ જગ્યા પરથી કુલ 24 વાહનોને ઝડપી પાડ્યા હતાં.અને 19 જેટલા ઓવરલોડ ટ્રકોને ડિટેન કરવામાં આવ્યા હતાં.તેમજ 1,94,712 લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો.

આરટિઓ દ્વારા આકસ્મિક ચેકિંગ કરવામાં આવતા વાહનચાલકોમાં ભારે ફફડાટ જાગ્યો છે. અને જાણ થત જ વનવે પરથી પસાર થવા લાગ્યા છે.

X
દેવભૂમિ દ્વારકા આરટીઓ દ્વારા 24 વાહનોને દંડ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App