ઓખાની બેવડી હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસની 6 ટીમની કવાયત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓખામાં જુના જકાત નાકા પાસે આવેલા એક મકાનમાંથી હત્યા કરાયેલા પ્રૌઢ તથા મહિલાના મૃતદેહ સાંપડયા હતાં.આ બેવડી હત્યા અંગે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધી કોલડીટેઇલને આધારે તપાસ હાથ ધરી હતી.પરંતુ કોઇ મહત્વની કડી ન મળતાં પોલીસે જુદી જુદી છ ટૂકડી બનાવી તપાસ આગળ ધપાવી છે.

ઓખા બંદર પર આવેલા એક મકાનમાંથી ગુરૂવારે સાંજે પોલીસને સુલેમાન બિલાલ સીદી નામના પ્રૌઢ અને આરતીબેન બબુભા માણેક નામના મહિલાના મૃતદેહ મળી આવ્યા હતા.આ બન્ને વ્યક્તિઓની તીક્ષણ હથિયારોના ધા ઝીંકી ક્રુર હત્યા નિપજાવામાં આવી હોવાનું ખુલતા પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યા સહીતની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો હતો.

આ બનાવની તપાસમાં પોલીસે મહિલાના દ્વારકામાં રહેતા પૂર્વ પ્રેમી અનવરની અટકાયત કરી પૂછપરછ આરંભી છે.બીજી બાજુ દરમ્યાન એએસપી પ્રશાંત સુંબેની રાહબરી હેઠળ પોલીસની છ ટૂકડીઓની રચના કરવામાં આવી છે. જેમાં દ્વારકાના પીઆઈ દેકાવડિયા, ઓખા મરીનના પીએસઆઈ રોહડિયા, એસઓજીના પીઆઈ કે.જી. ઝાલા, પીએસઆઈ ધર્મેન્દ્રસિંહ ગોહિલ, એલસીબી પીઆઈ ઓડેદરા તથા પીએસઆઈ ઝાલા સહિતની આ છ ટૂકડીઓએ બેવડી હત્યાના ભેદ ઉકેલવા માટે કમર કસી છે. જયારે એફએસએલની ટૂકડીએ બનાવના સ્થળેથી પુરાવા અને માહીતી એકત્ર કરી છે.

અન્ય સમાચારો પણ છે...