દ્વારકામાં કલા મહાકુંભમાં 1416 કલાકારોએ કલાના કામણ પાથર્યાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત રાજ્યના યુવક, સેવા, સાંસ્ક્રુતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા દ્વારકા જિલ્લા રમત-ગમત અધિકારી દ્વારા 30 થી 1 ઓગષ્ટ સુધી ત્રિ-દિવસીય કલા મહાકુંભ 2018નું આયોજન કરાયું હતું.

ખંભાળિયામાં આહીર સમાજની વાડીમાં ત્રણ દિવસના આ કલા મહાકુંભમાં ગાયન, વાદન, નૃત્ય, અભિનય વગેરે કૃતિ કલાકારોએ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. પ્રથમ દિવસે કાર્યક્રમના પ્રારંભે દીપ પ્રાગટ્યમાં જિલ્લા રમત-ગમત અધિકારી ભાવેશભાઈ રાવલિયા, નિર્ણાયકો રાજુભાઇ બારોટ, મુરૂભાઈ બારોટ, આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આ વર્ષે કુલ 26 કૃતિઓનું જિલ્લાકક્ષાએ આયોજન થયું હતું, દરેક કૃતિઓમાં ત્રણ- ત્રણ વય જૂથ મળી કુલ 600 થી વધુ પ્રથમ, દ્વિતીય, તૃતીય વિજેતા કલાકારોને પ્રમાણપત્ર અને ઇનામો વડે સન્માનિત કરાયા હતા. કલા મહાકુંભમાં નિર્ણયક તરીકેની કામગીરી માટે પોરબંદરથી ખાસ આવેલી ટીમના નિર્ણય માટે નિર્ણાયકોને ખાસ બોલાવવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...