Home » Saurashtra » Dwarka » Dwarka » Dwarka - મીઠાપુરમાં ટાટા કંપનીના પાણીના સેમ્પલ લેવાયા

મીઠાપુરમાં ટાટા કંપનીના પાણીના સેમ્પલ લેવાયા

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:20 AM

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે પાણીના નમૂના લેબોરેટરીમાં મોકલ્યા

  • Dwarka - મીઠાપુરમાં ટાટા કંપનીના પાણીના સેમ્પલ લેવાયા
    દ્વારકાના મીઠાપુર સ્થીત ટાટા કંપની દ્વારા બાજુમાંથી પસાર થતી કેનાલ મારફતે દરિયામાં કેમિકલયુક્ત પાણી છોડાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.જે અંગેની ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને સ્થાનિક લોકો દ્વારા રજુઆત કરાતા તંત્ર દ્વારા પાણીના સેમ્પલ લેવાયા છે.અને પૃથ્થુકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

    દ્વારકાના મીઠાપુર ખાતે આવેલી ટાટા કંપની દ્વારા કેમિકલયુક્ત દુષિત પાણી કેનાલ મારફતે દરિયામાં છોડાતા લોકોમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો છે.પ્રદુષણ ફેલાવતા પાણી અંગે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને સ્થાનિક લોકો દ્વારા રજુઆત કરાતા તંત્ર દ્વારા પ્રદુષણની ગંભીરતાને ધ્યાને લઇને તાકિદે સ્થળ પર ટીમને મોકલીને સમગ્ર કેનાલનું નિરીક્ષણ કરીને દુષતિ પાણી અંગેના નમુના લેવામાં આવ્યા છે.તેમજ પૃથ્થુકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ