તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલ્યાણપુરના નંદાણામાં આવેલ નદીના પટમાં અમાનુષી તત્ત્વો દ્વારા દબાણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કલ્યાણપુરના નંદાણામાં આવેલ નદીના પટમાં અમાનુષી તત્ત્વો દ્વારા દબાણ કરાયું છે અને દબાણ હોવાથી ચોમાસામાં પાણીનો યોગ્ય નિકાલ ન થવાના કારણે આસપાસની જમીનોમાં ધોવાણ થઇ રહ્યું છે. જેથી આવા તત્ત્વો સામે કાર્યવાહી કરી દબાણ દૂર કરવા નંદાણા ગ્રામપંચાયતના સરપંચ દ્વારા દ્વારકા જિલ્લા કલેકટરને રજૂઆત કરી ગેરકાયદે થયેલ દબાણને દૂર કરી ધોવાણો અટકાવવા માટે રજૂઆત કરાઇ છે. અગાઉ આ મુદે મામલતદારને ખેડૂતો સહિત રજૂઆત કરાઇ હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન કરાતા ખેડૂતોમાં રોષની લાગણી જન્મી છે.

નંદાણામાં આવેલ નદીમાં આવારા તત્ત્વો દ્વારા દબાણથી નદીના પાણીનો નીકાલ યોગ્ય રીતે થઇ શકતો નથી. આસપાસની જમીનો પ્રભાવીત થઇ રહી છે અને પાણીના અયોગ્ય ભરાવાથી આસપાસના ખેડુતોની જમીનોનુ ધોવાણ થઈ રહ્યું છે. જેથી જમીનોનું ધોવાણ થતું અટકાવવા જિલ્લા કલેક્ટરને રજુઆત કરાઇ છે. નંદાણાના સરપંચે જણાવ્યું હતુ કે, જો આ દબાણ પર કાર્યવાહી ન કરાય તો ના છુટકે અમોએ ગાધીં ચીંધ્યા માર્ગે આદોંલન કરવાની ફરજ પડશે અને તંત્ર દ્વારા રજૂઆતને ગંભીરતાથી ધ્યાને લઇને દબાણો દુર કરાશે કે આસપાસના ખેડૂતોની જમીનોનું ધોવાણ થતું રહેશે.

અન્ય સમાચારો પણ છે...