તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બદામ ખાવાથી...

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બદામ ખાવાથી...

કેટલાકલોકોની વય તો વધે છે પણ સમજ નહીં. સમય વિત્યા બાદ પણ તેઓ વસ્તુઓને સમજી નથી શકતા. મોદીએ તેમના ભાષણની 59મી મિનિટમાં સ્ટાલિન અને ખુશ્ચેવનો ઉલ્લેખ કરતા એવી ટકોર કરી હતી કે કેટલાકની બુદ્ધિ બદામથી પણ નથી વધતી.

લોકસભામાં રાષ્ટ્રપ્રમુખના ભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપતા મોદીએ વાતો કહી હતી. તેમણે કહ્યું હતું કે, દેશનો સૌથી મોટો પડકાર છે, ઝડપથી થઇ રહેલાં પરિવર્તનોનો વિરોધ. જેમ કોઇ કામ આગળ વધે છે, સો કારણો ગણાવાય છે કે કામ કેમ ના કરાવું જોઇએ.મને લાગે છે કે એક મજબૂત અને ઊંચી દીવાલે આપણને સૌને ચારેય બાજુથી ઘેરી રાખ્યા છે. વાત 1968માં ઇન્દિરા ગાંધીએ કહી હતી. લગભગ દોઢ કલાકના ભાષણમાં વડાપ્રધાને સંસદમાં યોગ્ય રીતે કામકાજ ચલાવવા માટે જવાહરલાલ નેહરુથી માંડી ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને પૂર્વ લોકસભા પ્રમુખ સોમનાથ ચેટર્જીનાં નિવેદનોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તે દરમિયાન તેમણે કહ્યું હતું કે અાપણે તૂ-તૂ મે-મે કરીને સ્કોરિંગ કરીએ છીએ. મીડિયામાં છવાઇ જઇ છીએ. આપણને લાગે છે કે આપણે ઘણું બધું કરી લીધું છે. પણ અમલદારશાહીની જવાબદેયિતા સમાપ્ત થઇ રહી છે. આપણે દેશને અમલદારશાહીના ભરાસે ના છોડી શકીએ.

મોદીનાદરેક તર્ક, તથ્ય, દલીલમાં નિશાના ઉપર રાહુલ અને કોંગ્રેસ

ગરીબોઅંગે : ગરીબો માટે હંમેશા નાની-મોટી યોજનાઓ ચાલતી રહે છે. તમે છાતી ફુલાવીને કહી શકો છો કે મોદીજી ચૂંટણી વખતે ભાષણ કરવું અલગ બાબત છે. તમે કહો છો કે ગરીબી હટાવશો પરંતુ તમને ખબર નથી કે અમે કોણ છીએ. આપણે ગરીબીનાં મૂળિયાં એટલાં ઊંડાં વાવી દીધાં છે કે મોદી તમે ઉખડી જશો પણ આને ઉખાડી નહીં શકો. વાત સાચી છે. મને અહીં આવ્યા પછી ખ્યાલ આવ્યો.

મનરેગા અંગે : મનરેગા સફળતાનું નહીં નિષ્ફળતાનું સ્મારક છે. ખડગેજીએ કહ્યું હતું કે મનરેગામાં ભ્રષ્ટાચાર બહુ છે. હું એક હજાર ટકા સહમત છું. સાત વર્ષ બાદ પણ પાંચ રાજ્યો એવાં હતાં કે જ્યાં નિયમો નહોતા બનાવવામાં આવ્યા. દુ:ખની વાત છે કે પાંચમાંથી ચાર રાજ્યો એવાં છે કે જે યોજનાનાં ગીત ગાતાં હતાં. આપણે 100 દિવસનો લક્ષ્યાંક ક્યારેય પૂરો કરી શક્યા. સરેરાશ 30થી 40 દિવસે ગાડી અટકી જાય છે.મેક ઇન ઇન્ડિયા અંગે : આપણે મેક ઇન ઇન્ડિયાની મજાક ઉડાવી રહ્યા છીએ. તે દેશ માટે છે. જો તે સફળ થયું તો તેને સફળ બનાવવા માટે શું કરવું જોઇએ તેની ચર્ચા થવી જોઇએ. મને લાગે છે કે આપણે આપણા દેશની છબિ એવી બનાવીએ છીએ કે જાણે આપણે ભીખનો વાડકો લઈને ઊભા છીએ. જ્યારે આપણે પોતે આવું કહીએ તો અન્ય લોકો વાતને જરા જોરથી અને વધારીને કહે છે. ભાષણ 1974માં ઇન્દિરા ગાંધીએ ઇન્દ્રપ્રસ્થ કોલેજમાં આપ્યું હતું.

કોંગ્રેસનેતાઓ મારફતે નિશાન સાધ્યું

મોદીએત્રણ ભૂતપૂર્વ વડાપ્રધાનો જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીનાં નિવેદનનો ઉપયોગ કરીને કોંગ્રેસને નિશાન બનાવી. તેમણે 1957ના જવાહરલાલ નહેરુના ભાષણને ટાંકતા જણાવ્યું હતું કે આપણે સાંસદો ભારતમાં શાસનની જવાબદારી લઈને આવ્યા છીએ. સંસ્થાના સભ્ય હોવું મોટી જવાબદારી અને સૌભાગ્ય વધુ કોઈ હોઈ શકે. રાજીવ ગાંધીના ભાષણને ટાંકતા તેમણે જણાવ્યું હતું કે ગૃહ જ્યારે નહીં ચાલે ત્યારે સૌથી વધુ નુકસાન વિપક્ષને થાય છે. તેમને જનતાનો અવાજ ઉઠાવતા રોકવામાં આવે છે. સાંસદોમાં ગમે તેટલા વિરોધી વિચારો કેમ હોય તે પ્રગટ થવા જોઇએ.

અનામતમાટે વધુ.....

તેમજપોતાની પત્ની તથા અન્ય પરિચિતો, સગા-વહાલાઓને સંબોધીને પરિવારનું ધ્યાન રાખવાની ભલામણ કરી હતી. યુવાને અનામતના મુદ્દે આપઘાત કર્યાનું બહાર આવતાં સમગ્ર સૌરાષ્ટ્રનો પાટીદાર સમાજ હતપ્રભ બની ગયો હતો. પાસના આગેવાનો હોસ્પિટલે પહોંચી ગયા હતા. સુરેન્દ્રનગરમાં એકતા યાત્રામાં સામેલ થયેલ લલિત વસોયા પણ રાત્રે ધોરાજી પરત ફરવા નીકળી ગયા હતા. અનામત આંદોલનની પટેલ સમાજમાં વ્યાપ્ત નારાજગી અને રોષ બનાવથી વધુ ઉગ્ર બનશે તેવા નિર્દેશો પ્રાપ્ત થઇ રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, મૃતક યુવાન ખેતી તથા વ્યવસાય ધરાવે છે. પોતે શ્રીમંત છે, તેને અનામતની જરૂર નથી, પરંતુ જરૂરિયાતવાળા પાટીદારોને અનામત મળવી જોઇએ તેવી માગણી સાથે તેણે પોતાનો જીવ આપી દીધો હતો. મૃતકની અંતિમયાત્રા શુક્રવારે સવારે 9:30 કલાકે મોટી પાનેલીથી નિકળશે.

રાજકોટમાંછરીના.....

તુંકોણ પૂછવાવાળો તેમ કહી સ્કૂટરની ચાવી કાઢી લીધી હતી. ભરતભાઇએ પોતે પોલીસ હોવાનું કહેતા ઋષિએ મારા મામા પણ પોલીસમાં છે તેમ કહીને ગાળાગાળી કરી હતી, ભરતભાઇ કંઇ સમજે પહેલાં લુખ્ખાઓએ ભરતભાઇના પડખામાં છરીનો ઘા મારી દીધો હતો, ભરતભાઇ ભાગવા જતાં બીજો ઘા કાનમાં મારી દેતા તે લોહીના ખાબોચિયામાં ઢળી પડ્યા હતા. હુમલો કરીને ચારેય લુખ્ખા ભાગી ગયા હતા. દરમિયાન ત્યાંથી પસાર થઇ રહેલા પરેશભાઇ મિયાત્રા રોડ વચ્ચે મિત્ર ભરતભાઇનું એક્ટિવા પડેલું જોઇને નજીક જતાં ભરતભાઇ લોહી નિંગળતી હાલતમાં પડ્યા હતા. પરેશભાઇએ 108ને તેમજ ભરતભાઇના પરિવારને જાણ કરતા તેને બેભાન હાલતમાં હોસ્પિટલ લઇ જવાયા હતા જ્યાં તેમનો મૃતદેહ પહોંચ્યો હતો. સુખરામનગરમાં રહેતા સંજયભાઇ હરદાસભાઇ નેસડાએ ભત્રીજા ભરતભાઇની હત્યા અંગે શક્તિ ઉર્ફે પેંડો (વિશ્વકર્મા સોસાયટી), ઋષિરાજસિંહ ઉર્ફે ઋષિ (રામપાર્ક), રાજપાલ ઉર્ફે રાજો(હુડકો ક્વાર્ટર) અને કાળિયો ઉર્ફે મુન્ના સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી. તાલુકાના ઇન્ચાર્જ પીઆઇ રાયજાદા, ડી સ્ટાફના જયેશભાઇ નિમાવત, રાજેશભાઇ બાળા પેટ્રોલિંગમાં રહેતા નરવીરસિંહ, કનકસિંહ, એસઓજી અને ક્રાઇમબ્રાંચના સ્ટાફે આરોપીઓની શોધખોળ શરૂ કરી શક્તિ સહિત 3 આરોપીને સકંજામાં લઇ લીધા હતા. ત્રણભાઇમાં વચેટ ભરતભાઇના લગ્ન અેક વર્ષ પહેલાં થયા હતા. મોટાભાઇ કેટરર્સ અને હાર્ડવેરની દુકાન ધરાવે છે, જ્યારે નાનોભાઇ અમદાવાદમાં ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવે છે.

ઇશરતએન્કાઉન્ટર....

એકખાનગી ચેનલને આપેલી મુલાકાતમાં ગુજરાત કેડરના આઇપીએસ અધિકારીએ આપેલા નિવેદનથી રાજકીય ખળભળાટ મચ્યો છે. 19 વર્ષીય કૉલેજ સ્ટુડન્ટ ઇશરત સહિતના 3 જણાના એન્કાઉન્ટરને વર્માએ ગુજરાત પોલીસે ‘ઠંડા કલેજે કરાયેલી હત્યા’ ગણાવી હતી.સતીષ વર્માએ સાથે સીબીઆઈની ખાસ કોર્ટ પાસે કેસની બીજી ચાર્જશીટની નકલ માગ કરી છે જેથી કરીને તેમાં દર્શાવાયેલા નામો સામે પગલા લઈ શકાય. દરમિયાન ઇશરત જહાં એન્કાઉન્ટરના મુદ્દે દાખલ કરવામાં આવેલી એક જાહેર હિતની અરજી અંગે સુપ્રીમમાં 11 માર્ચે સુનાવણી થશે. વકીલ એમ. એલ. શર્મા તરફથી 1 માર્ચે અરજી દાખલ કરવામાં આવી હતી. ગૃહ મંત્રાલયે કોર્ટમાં રજૂ કરેલી બે એફિડેવિટની વિગતોમાં મતભેદ જોવા મળ્યો છે. પ્રથમ એફિડેવિટમાં ઇશરત લશ્કર-એ-તોયબાની કાર્યકર હોવાનો ઉલ્લેખ કર્યો હતો જ્યારે બીજી એફિડેવિટમાં તેનાથી વિપરીત તારણ દર્શાવાયું હતું. આઇબીના સભ્યોને સંડોવવા માટે સતિષ વર્માએ દબાણ કર્યું હોવાનો એફિડેવિટ તૈયાર કરનારા આરવીએસ મણિએ આક્ષેપ કર્યો છે. જોકે, વર્માએ આક્ષેપોને રદિયો આપ્યો છે. પહેલી એફિડેવિટમાં જણાવ્યું છે કે, ત્રાસવાદી ગ્રુપના મુખપત્રમાં પણ ઇશરતની શહાદતની પ્રશંસા કરાયાના ઉલ્લેખ સાથેના અખબારી અહેવાલોના આધારે ઇશરતને લશ્કર-એ-તોયબાની કાર્યકર હોવાનું કહેવાયું છે. જાન્યુઆરીમાં ડેવિડ હેડલીએ પણ વાતનો પુનરોચ્ચાર કર્યો હતો, પરંતુ સતીષ વર્માએ બંને બાબતો અ‌વિશ્વસનીય ગણાવી છે.

19વખત નાપાસ....

ત્રીજાપ્રયાસે રાજસ્થાનમાં 5મી રેન્ક મેળવી.હાલમાં ઉદયપુરમાં પીએચ.ડી.માં કાર્યરત છે. ગુડા કેસરસિંહના રહીશ દલપતસિંહ રાઠોડે 1991માં દસમાની પરીક્ષા પાસ કરી હતી. 12મા ધોરણમાં તો બે વાર નાપાસ થયા હતા પછી ગ્રેસ માર્ક સાથે પાસ થયા. તે પછી બી.એ. ફર્સ્ટ યરમાં ચાર વાર નાપાસ થયા. પછી બી.એ.ની પરીક્ષા મુશ્કેલીથી પાસ થયા. તે દરમિયાન પીએમટી, બીએસટીસી, પીઇટી, જોઇન્ટ ઇન્ટર ટેસ્ટ, એસટીઇ વગેરે પરીક્ષા આપતા રહ્યા. બધામાં નિષ્ફળતા હાથ લાગી.સ્નાતક થયા પછી અનેક સ્પર્ધાત્મક પરીક્ષામાં બેઠા છતાં સફળતા ના મળી. પરંતુ મિત્રોએ હિંમત આપી. તે દરમિયાન આઇએએસ પરીક્ષામાં એક મિત્રની પસંદગી થઇ. તેમાંથી પ્રેરણા મેળવીને વધુ મહેનત શરૂ કરી. બે વાર આઇએએસની પરીક્ષા આપી. આખરે આરએએસ - 2008માં સફળતા મળી. વર્ષ 2011માં રિઝલ્ટ આવતાં હિસાબી સેવાઓમાં કેડર મળી.

અન્ય સમાચારો પણ છે...