તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વર્લ્ડ શૂટિંગમાં પૂજા, બિન્દ્રા અને નારંગે નિરાશ કર્યા

વર્લ્ડ શૂટિંગમાં પૂજા, બિન્દ્રા અને નારંગે નિરાશ કર્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેંગકોકખાતે યોજાયેલા શૂટિંગ વર્લ્ડ કપના પહેલા દિવસે પૂજા શાનદાર દેખાવ છતાં નજદીકી અંતરથી મેડલ ચૂકી ગઈ હતી. તેણે ચોથા સ્થાનથી સંતોષ માનવો પડ્યો હતો. પુરુષ વર્ગમાં ભારતના સ્ટાર શૂટર તથા બેઇજિંગ ઓલિમ્પિકના ગોલ્ડ મેડલ વિજેતા અભિનવ બિન્દ્રા અને ગગન નારંગે નિરાશ કર્યા હતા. પૂજાએ મહિલાઓની 10 મીટર એર રાયફલ સ્પર્ધાના ક્વોલિફાઈંગ રાઉન્ડમાં શાનદાર દેખાવ કર્યો અને ઓલિમ્પિક તથા વર્લ્ડ ચેમ્પિયન ચીનની કી યી સિલિંગ અને સિંગાપુરની હો સિયૂ યી બાદ ત્રીજા ક્રમે રહી. સિલિંગ 420.2ના સ્કોર સાથે ટોચ પર અને હો સિયૂ 418.6ના સ્કોર સાથે બીજી સ્થાને રહી હતી. જ્યારે પૂજાનો સ્કોર 416.7 રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...