• Gujarati News
  • SBI જાપાન બેંક વચ્ચે કરાર

SBI-જાપાન બેંક વચ્ચે કરાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
SBI-જાપાન બેંક વચ્ચે કરાર

મુંબઇ|ભારતીય સ્ટેટ બેંક અને જાપાન બેંક ફોર ઇન્ટરનેશનલ કોર્પોરેશને એક્સપોર્ટ ક્રેડિટ લાઇન માટે ત્રણ કરાર કર્યા છે. લોન, બેંક અોફ ટોક્યો મિત્શુબિશી યુએફજે લિમટેડ સાથે કો ફાઇનાન્સ છે જેનાથી કુલ કો ફાઇનાન્સિંગ રકમ જાપાની યેનમાં 13.5 બિલિયન અથવા 21 મિલિયન યુએસ ડોલર થાય છે. જેબીઆઇસીના ગવર્નર હિરોશી વાટાનબે અને એસબીઆઇ ચેરમેન અરુણધંતી ભટ્ટાચાર્ય વચ્ચે ટોક્યો જાપાનમાં લોન કરાર પર સાઇન કરાઇ છેે.

કે.મંત્રીએ VITની પ્રશંષા કરી

ચેન્નાઇ|શહેરી વિકાસ તેમજ સંસદીય પ્રકરણ મંત્રી એમ વૈંકેયા નાયડુએ ઉચ્ચ શિક્ષા ક્ષેત્રમાં સમાજમાં યોગદાન માટે વીઆઇટી યુનિવર્સિટીના વખાણ કર્યા હતા. વીઆઇટીમાં યોજાયેલા પદવીદાન સમારોહમાં વૈંકેયા નાયડુએ વીઆઇટી યુનિવર્સિટી દેશમાં ઉચ્ચ ટેકનિકલ શિક્ષણમાં ટોચની સંસ્થા તરીકે બહાર આવી છે. વીઆઇટીએ વિદેશની અનેક યુનિવર્સિટી સાથે 100 થી વધારે એમઓયુ સાઇન કર્યા છે.

ટોર્કફાર્માનો ગણેશોત્સવ

લુધિયાણા|મુંબઇમાં વર્ષે અગ્રણી ફાર્મા કંપની ટોર્ક ગણેશ ચતુર્થી ઉત્સવની સપોન્સર બની હતી. મુંબઇમાં 38 જગ્યાએ ગણેશોત્સવ યોજાયો હતો. ટોર્કે 11 દિવસના ઉત્સવ દરમિયાન બધી જગ્યાએ તેના પ્રિમિયમ બ્રાન્ડ ટોરેક્સ, નો સ્કોર તેમજ કેટોમૈકને પોસ્ટર તેમજ હોડિંગ્સ દ્વારા પ્રદર્શિત કર્યા હતા. ઇવેન્ટનું અાયોજન 29 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી કરવામાં આવ્યું હતું. ઇવેન્ટમાં અનેક પ્રસિદ્વ કલાકારો તેમજ રાજકીય નેતાઓએ ભાગ લીધો હતો.

NMDCનુંઉત્કૃષ્ઠ પ્રદર્શન

હૈદરાબાદ|એનએમડીસીએ ઓગસ્ટ માસ દરમિયાન ઉત્પાદનમાં 14 ટકાની વૃદ્વિ દર્શાવી છે કે જે ગત વર્ષે 19.6 એલટી નોંધાઇ હતી. પ્રકારે ગત વર્ષના સમાન સમયગાળાના 20.5 એલટીની સરખામણીએ ડિસ્પેચમાં 23 ટકાની વૃદ્વિ થઇ છે કે જે વર્ષે 25.2 એલટી રહ્યું છે. ઓગસ્ટ માસ માટે કંપનીનુ શ્રેષ્ઠ પ્રર્દશન છે. કંપનીના સીએમડી નરેન્દ્ર કોઠારીએ શાનદાર પ્રદર્શન બદલ કર્મચારીઓની પ્રશંશા કરી હતી.

કોર્પોરેટ પ્લસ