સ્ટેટ બ્રીફ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્ટેટ બ્રીફ

ગોધરા

14 શાળાને કારણદર્શક નોટિસ

પંચમહાલજિલ્લાની20 ઉપરાંત શાળા નુ માર્ચ-14નુ ધો.10નું પરિણામ 30 ટકાથી છું આવતાં રચાયેલી ટીમે તપાસ મુલાકાત કરી હતી.અહેવાલને આધારે આગામી પરિણામ ગુણવત્તા સુધારણાને અનુલક્ષીને 14 શાળા ને કારણદર્શક નોટિસ પાઠવીને એક્શનપ્લાન રજૂ કરવા જિલ્લા શિક્ષણાધિકારીએ સૂચના અપાઈ છે.

દાહોદ

કારને પંકચર કરી લૂંટ

દાહોદનાકાળીતળાઇગામે દાહોદ-ગોધરા હાઇવે ઉપર રસ્તામાં અણીદાર પથ્થરો મુકીને ત્યાંથી પસાર થતી એક ઇનોવા કાર પંકચર કરી ચાર લૂંટારુ કારમાં સવાર મહિલા પાસેથી દાગીના, રૂપિયાની લૂંટ કરી હતી. 47 હજાર રૂપિયાના મુદ્દામાલની લૂંટ અંગે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

સુરત

જ્વેલર્સને હીરા બુર્સમાં રસ પડ્યો

સુરતડાયમંડબૂર્સના નિર્માણ માટે રાજય સરકારે જગ્યાની ફાળવણી કરી દીધા પછી બૂર્સ સાથે જોડાવવા વિિવધ ક્ષેત્રના 250 લોકોના કોલ હોદ્દેદારો પર આવી રહ્યા છે. શહેરના વકીલો, સી.એ. જેવા લોકો ઉપરાંતે જવેલર્સ પણ બૂર્સમાં શોરૂમ માટે જગ્યાની માગણી કરી રહ્યા છે.

અમદાવાદ

વૈષ્ણોદેવી પ્રીમિયમ ટ્રેન શરૂ કરાશે

પશ્ચિમરેલવે દ્વારા બાંદ્રાથી શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સાપ્તાહિક સુપરફાસ્ટ પ્રીમિયમ ટ્રેન દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. 6 ઓક્ટોબરથી 28 ઓક્ટોબર સુધી દોડાનારી પ્રીમિયમ સ્પેશિયલ ટ્રેન બાંદ્રાથી દર સોમવારે સવારે 5 કલાકે ઉપડી વાયા વડોદરા થઈ બીજા દિવસે બપોરે 1.35 કલાકે કટરા પહોંચશે.

અમદાવાદ

અભદ્ર દૃશ્ય અંગે કોર્ટની નોટિસ

ડીટીએચપર કાર્યક્રમોમાં અભદ્ર અથવા અરૂચિકર દૃશ્યો બતાવવામાં આવે તો દર્શક ક્યાં ફરિયાદ કરી શકે તે બાબતે પીઆઈએલમાં કરાયેલા સવાલનો જવાબ રજૂ કરવામાં કેન્દ્ર સરકાર છેલ્લા બે વર્ષથી ઠાગાઠૈયા કરી રહી છે. મામલે હાઇકોર્ટે બે સપ્તાહમાં જો કેન્દ્ર બાબતે જવાબ રજૂ નહીં કરે તો 5 હજારનો દંડ ફટકારવાની ચીમકી આપી છે.

સુરત

ભજિયાં સાથે તળેલો ઉંદર અપાયોે

નવસારીરેલવેસ્ટેશન પર આવેલા સ્ટોલ ધારકે મુસાફરને કાંદાનાં ભજિયાં સાથે ઉંદરને પણ તળી નાંખ્યો હતો અને તે ખાવા માટે મુસાફરને આપી દીધો હતો. જોકે મુસાફરને તેના પર ધ્યાન જતા તેને સ્ટોલ ધારક સાથે મુદે રકઝક કરી હતી. ત્યાર બાદ મુસાફરે કેટરીંગ વિભાગને તેની ફરિયાદ કરતા તાત્કાલિક સ્ટોલને બંધ કરી દેવામાં આ‌વ્યો છે.