• Gujarati News
  • કચ્છનીમુલાકાતના બીજા દિવસે રાજનાથસિંહે જણાવ્યું કે, દેશમાં નકસલવાદની સમસ્યાને

કચ્છનીમુલાકાતના બીજા દિવસે રાજનાથસિંહે જણાવ્યું કે, દેશમાં નકસલવાદની સમસ્યાને

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કચ્છનીમુલાકાતના બીજા દિવસે રાજનાથસિંહે જણાવ્યું કે, દેશમાં નકસલવાદની સમસ્યાને દૂર કરવા માટે એક અસરકારક એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે, જેનો અમલ ટૂંક સમયમાં કરવામાં આવશે. બાબતે શુક્રવારે દિલ્હીમાં એક બેઠક પણ રાખવમાં આવી છે, જ્યારે સીમા પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી નાપાક હરકતોનો જવાબ હવે ટીટ ફોર ટેટથી આપવામાં આવશે. શબ્દો તેમણે ગુરુવારે સવારે ભુજમાં બો‌ર્ડ‌ર સિક્યોરિટી ફો‌ર્સના હેડ ક્વા‌ર્ટર ખાતે કહ્યા હતા.

બીએસએફના હેડ ક્વા‌ર્ટરમાં બાઇસાગ (ભાસ્કારાચાર્ય ઇન્સ્ટિ‌ટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓઇન્ફોર્મેટિક્સ)ના પ્રોજેક્ટનું ઉદઘાટન રાજનાથસિંહે કર્યું હતું, સમયે કચ્છની સીમાએ તૈનાત જવાનોએ તેમની સાથે પ્રોજેક્ટ થકી વીડિયો કોલિંગની જેમ વાતચીત કરી પોતાની સમસ્યા વ્યક્ત કરી હતી.બાઇસાગ પ્રોજેક્ટની મદદથી કચ્છ સીમા પર ફરજ બજાવતા બીએસએફના જવાનો માટે કુલ ૧પ સ્થળે વીડિયો કોલિંગ જેવી સુવિધા શરૂ કરવામાં આવી છે, એના માધ્યમથી નજીકના સમયમાં દિલ્હીમાં બેઠેલા કોઇ મંત્રી બો‌ર્ડ‌રના જવાનો સાથે સીધી વાતચીત કરી શકશે. ઉપરાંત સુરક્ષા એજન્સીઓનું સંકલન પણ વધુ સરળ બનશે.

ઉદઘાટનની વિધિ પતી ગયા બાદ કેન્દ્રીય ગૃહમંત્રીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સીમા સુરક્ષાને વધુ મજબૂત કરવા માટેની કચ્છની યાત્રા ઘણી સફળ રહી છે.

પાકિસ્તાન સાથે ટીટ

ફોર ટેટ : રાજનાથસિંહ

નક્સલવાદને ડામવા એક્શન પ્લાન તૈયાર