• Gujarati News
  • સુઆરેઝ કરડવાની આદત છોડશે

સુઆરેઝ કરડવાની આદત છોડશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાક. સામેની વન-ડે શ્રેણી માટે રણદીવની વાપસી
કોલંબોશ્રીલંકાએ પાકિસ્તાન સામે રમાનારી આગામી વન-ડે શ્રેણી માટે સૂરજ રણદીવને પસંદ કર્યોછે. રણદીવને ત્રણ વર્ષ બાદ શ્રીલંકાની ટીમમાં સ્થાન મળ્યું છે. રણદીવે શ્રીલંકા સામે છેલ્લે વર્ષ ૨૦૧૧માં ઓસ્ટ્રેલિયા સામે વન-ડે મેચ રમી હતી. શ્રીલંકાએ આ ઉપરાંત ઓલરાઉન્ડર તિસારા પરેરા અને ઝડપી બોલર ધમિકા પ્રસાદને પણ ટીમમાં સ્થાન આપ્યું છે.
વિમેન્સ કવોલિફાયરમાં ભારતનો ઇંગ્લેન્ડ સામે જંગ
લંડનભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમ આઇસીસી ચેમ્પિયનશિપના પહેલા રાઉન્ડમાં ઇંગ્લેન્ડ સામે રમશે અને આ ચેમ્પિયનશિપમાં ટોચની ચાર ટીમમાં સ્થાન મેળવનારી ટીમ ૨૦૧૭ના વલ્ર્ડ કપમાં સ્થાન મેળવશે. ચેમ્પિયનશિપ દરમિયાન ઓસ્ટ્રેલિયા પાકિસ્તાનનો સામનો કરશે. ભૂતપૂર્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા બ્રિસબેનમાં ત્રણ મેચની વન-ડે શ્રેણીમાં પાકિસ્તાન સામે રમશે જયારે ત્રણ વખતની વલ્ર્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડ ભારતનો મુકાબલો કરશે. આ ફોર્મેટનો પ્રસ્તાવ આઇસીસીની મહિલા સમિતિએ રાખ્યો હતો જેને જાન્યુઆરીમાં બેઠક દરમિયાન આઇસીસીના બોર્ડે માન્યતા આપી હતી. આ ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી અન્ય ટીમો ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, વેસ્ટ ઇન્ડીઝ છે. ટૂર્નામેન્ટના ફોર્મેટ અનુસાર પ્રત્યેક ટીમને એક બીજા સાથે ઘરઆંગણે અથવા વિદેશી ભૂમિ પર રમવાનું રહેશે.
ચિલીનીને કરડયા બાદ ટીકા થતાં ડિપ્રેશનનો ભોગ બન્યાનું સુઆરેઝે સ્વીકાર્યું
એજન્સી . કાડીર્ફ
બ્રાઝિલમાં રમાયેલી ફિફા વલ્ર્ડ કપ દરમિયાન વિરોધી ટીમ ઇટાલીના જોર્જિયો ચિલીનીને દાંતથી કરડયા બાદ ચાર મહિનાનો પ્રતિબંધનો સામનો કરી રહેલો સુઆરેઝ પોતાની આદત છોડવા માગે છે. તે આ અંગે વિશેષજ્ઞની મદદ પણ લેવા માગે છે. આ અંગે એક વેબસાઇટના જણાવ્યા અનુસાર સુઆરેઝે સ્વીકર્યું છે કે બ્રાઝિલમાં રમાયેલા વલ્ર્ડ કપમાં ઇટાલીના ચિલીનીને દાંતથી કરડયા બાદ તે સમગ્ર વિશ્વમાં ટીકાનું કેન્દ્ર બન્યો હતો અને તેના કારણે તે ડિપ્રેશનમાં આવી ગયો હતો. ઉલ્લેખનીય છે કે સુઆરેઝની આ વિવાદિત હરકત બાદ ઇંગ્િલશ ફૂટબોલ કલબ લિવરપુલમાંથી તેનું સ્થળાંતર સ્પેનની અગ્રણી ફૂટબોલ કલબ બાર્સેલોનામાં થયું હતું. બાર્સેલોનાએ મંગળવારે સુઆરેઝને મીડિયા સામે પહેલી વખત પ્રસ્તુત કર્યોહતો. તે દરમિયાન સુઆરેઝે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. સુઆરેઝે જણાવ્યું હતું કે મને ખબર છે કે મારે સત્ય સ્વીકારવું પડશે. હું મારી હરકત બદલ