• Gujarati News
  • સુપ્રીમકોર્ટે જયલલિતાને છેવટે જામીન આપ્યા

સુપ્રીમકોર્ટે જયલલિતાને છેવટે જામીન આપ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેંગલુરુનીજેલમાં બંધ એઆઇએડીએમકે પ્રમુખ જે. જયલલિતાને જામીન મળી ગયા છે. તે પણ પાર્ટીના 43મા સ્થાપના દિવસે. તેના કારણે તેમના સમર્થકોમાં ઉત્સવનો માહોલ છવાઇ ગયો છે. સુપ્રીમકોર્ટે આવકથી વધારે સંપત્તિ મામલે તેમને ફટકારેલી ચાર વર્ષની સજા ઉપર પણ સ્ટે લગાવી દીધો છે. સાથે કર્ણાટક હાઇકોર્ટને જણાવ્યું છે કે તે સજાની સામે જયલલિતાની અપીલ ઉપર ત્રણ મહિનામાં સુનાવણી પૂરી કરે. જયલલિતાને પણ નિર્દેશ અપાયો છે કે તે કોઇ પણ પ્રકારે કેસને લાંબો ખેંચવાનો પ્રયત્ન નહીં કરે.

ચીફ જસ્ટિસ એચ.એલ.દત્તુની અધ્યક્ષતામાં બનેલી ખંડપીઠે જયલલિતાને બે મહિનામાં કેસ સાથે જોડાયેલી સામગ્રી જમા કરાવવા માટે જણાવ્યું છે. હાઇકોર્ટમાં સામગ્રી જમા કરાવવી પડશે.

{ આવકથી વધારે સંપત્તિ મામલે ચાર વર્ષની સજા પર સ્ટે