તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • CRRમાં વધારોથતાં વ્યાજદર ઘટવાની હાલ શક્યતા નહીં : ક્રિસિલ

CRRમાં વધારોથતાં વ્યાજદર ઘટવાની હાલ શક્યતા નહીં : ક્રિસિલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિઝર્વબેન્કે 16 સપ્ટેમ્બર અને 11 નવેમ્બર વચ્ચેના બેન્કોમાં જમા થયેલી રોકડની તરલતાને અંકુશમાં લેવા માટે તાજેતરમાં કેશ રિઝર્વ રેશિયોમાં વધાર્યો કર્યો - પગલું બેન્કમાં રહેલી રૂ. ત્રણ લાખ કરોડની રકમને સૂકવી કાઢશે, જેને લીખે વ્યાજદર ઘટાડાની સાઇકલ અટકી જશે, એમ અહેવાલ કહે છે.

વીક-એન્ડમાં આરબીઆઇએ બેન્કોને 16 સપ્ટેમ્બર અને (ઇન્કમ ડિસ્ક્લોઝર ડિસ્કલોઝરના એક વીક પહેલાં) અને 11 નવેમ્બર (કરન્સી (રૂ. 500 અને રૂ. 1000ની નોટ) ગેરકાયદે જાહેર કર્યાના ત્રણ દિવસ બાદ) સુધી બેલેન્સ પર કેશ રિઝર્વ રેશિયો વધારી દીધો હતો.

આરબીઆઇએ જોકે જણાવ્યું હતું કે પગલું કામચલાઉ હતું અને સીઆરઆરનો વધારો માત્ર બેન્કોની વધેલી ડિપોઝિટો પર લાગુ થશે. એટલે એનો અર્થ થયો કે બેન્કોમાં 16 સપ્ટેમ્બર અને 11 નવેમ્બર દરમ્યાન જમા થયેલી રૂ. ત્રણ લાખ કરોડની ડિપોઝિટો પર લાગુ થશે, એમ ક્રિસિલે એક નોંધમાં જણાવ્યું હતું.

આરબીઆઇના પગલાની તાત્કાલિક અસર રોકડની તરલતા પર પડશે, જે સખત બનશે અને વ્યાજદર ઘટવાથી બોન્ડ યિલ્ડમાં વધારાને ખાળશે. દરમ્યાન વોલ સ્ટ્રીટ બ્રોકરેજ સિટીએ અહેવાલમાં જણાવ્યું હતું કે સીઆરઆરનું પગલું વિવિધ કારણોને લીધે લેવામાં આવ્યું હતું, જેમાં બેન્કિંગ સિસ્ટમમાં વધારાના રૂ. 5 લાખ કરોડ જમા થયા હતા, જે આરબીઆઇ દ્વારા મહત્તમ નાણાં શોષવાની ક્ષમતા હતી.

મધ્યસ્થ બેન્કે ડિમોનેટાઇઝેનને પગલે કોલેટરલ તરીકે કામ કરે છે અને રિવર્સ રેપો દ્વારા બેન્કિંગ સિસ્ટમમાંથી ફાજલ નાણાં પાછાં ખેંચે અગાઉ રૂ. 7.5 લાખ કરોડના જી-સેક હતા.

આરબીઆઇ બજારમાંથી લિક્વિડિટી માર્કેટ સ્ટેબિલાઇઝેશન સ્કીમ બોન્ડ દ્વારા નાણા પાછાં ખેંચે એમાં ઘણો સમય લાગે એમ હતો, એટલે આરબીઆઇએ સીઆરઆર વધારા દ્વારા ફાજલ નાણાં પાછાં ખેંચ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...