તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આઈપીએસના ઘરમાં ઘૂસી ગળું દાબી દીકરીની હત્યાનો પ્રયાસ

આઈપીએસના ઘરમાં ઘૂસી ગળું દાબી દીકરીની હત્યાનો પ્રયાસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડેપ્યુટેશનઉપર ગુજરાત બહાર ફરજ બજાવી રહેલા સિનિયર આઈપીએસ અધિકારીના ઘરમાં ઘૂસી આવેલા બુકાનીધારી યુવાને તેમની 17 વર્ષની દીકરી ઉપર ચડી ગળું દબાવીને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના બની છે. અધિકારીના પત્ની દીકરા અને દીકરી સાથે ગુલબાઈ ટેકરા ખાતેના હાઈ સિક્યુરિટી ઝોનમાં આવેલા આઈપીએસ અધિકારીઓના નિવાસસ્થાન એવા સમર્પણ ટાવરમાં રહેતા હતા. પરંતુ સંબંધીના લગ્ન હોવાથી અધિકારીના પત્ની દીકરા સાથે 3 દિવસ માટે પટના ગયા હતા, જે તકનો લાભ લઇને બુકાનીધારી યુવાન મોડી રાતે સગીરાના બેડરૂમ સુધી આવી ગયો હતો. આખરે આઈપીએસ અધિકારીના ઘરમાં ઘૂસવાની હિંમત કરી કોણે તે પ્રશ્ન દિવસ દરમિયાન ગુજરાત પોલીસ બેડામાં ચર્ચાના કેન્દ્રમાં રહ્યો હતો.

અમદાવાદની એક ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ-12 માં અભ્યાસ કરતી નિલમ શનિવારે ઘરમાં એકલી હતી. બપોરે 1 વાગ્યે સ્કૂલેથી છૂટીને ઘરે આવ્યા બાદ સ્કૂલના મિત્રો સાથે આલ્ફાવન મોલમાં ફિલ્મ જોવા ગઇ હતી અને સાંજે 7.30 વાગ્યે ઘરે આવીને જમી પરવારીને રાતે 12.30 વાગ્યે ફ્લેટનો દરવાજો બંધ કરીને લેપટોપ અને મોબાઈલ લઇને બેડરૂમમાં સૂવા ગઇ હતી. રાતે 1 વાગ્યે નિલમ એકદમ જાગી ગઇ અને જોયું તો તેની ઉપર કોઇ બેઠું હતું, નાઈટ લેમ્પ ચાલુ હોવાથી તેણે મોઢા ઉપર માસ્ક પહેર્યો હતો તે દેખાયો પણ ચહેરો દેખાયો હતો. હજુ નિલમ કશું સમજે તે પહેલા યુવાને બંને હાથ વડે નિલમનું ગળું દબાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જેથી નિલમે પ્રતિકાર કરતા નિલમને ગળાનાં ભાગે તેમજ જમણા હાથની ત્રીજી ચોથી આંગળી ઉપર યુવાનના નખ વાગ્યા હતા.

નિલમે ધક્કો મારતા તે યુવાન બેડની નીચે પડી ગયો હતો અને ભાગીને ડ્રોઈંગ રૂમનો દરવાજાથી બહાર નીકળી પગથિયાં ઉતરીને ભાગી ગયો હતો. નિલમે મદદ માટે બૂમાબૂમ કરતાં પડોશીઓ દોડી આવ્યા હતા. પરંતુ ત્યાર સુધીમાં યુવાન ભાગી ગયો હતો. અંગે નિલમની ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. (નામબદલેલ છે)

ગુલબાઈ ટેકરા ખાતેના સમર્પણ ટાવરની શનિવારની મોડી રાતની ઘટના, માસ્ક પહેરીને ફ્લેટમાં ઘૂસી આવેલા યુવાને મારી નાખવાનો પ્રયાસ કર્યો

^અમારા નિવાસસ્થાન બહુ સલામત છે, પરંતુ જે ઘટના બની છે તે ખૂબ ચિંતાજનક છે. અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેના આધારે પોલીસ તપાસ કરી રહી છે. મને અમદાવાદ પોલીસ ઉપર પૂરો ભરોસો છે. > સગીરાનાપિતા, આઈપીએસઅધિકારી

સમર્પણ ટાવરમાં મોટી સંખ્યામાં આઈપીએસ - આઈએએસ અધિકારીઓ રહે છે. જેથી મેન ગેટ ઉપર હથિયાર ધારી બે એસઆરપીના જવાનો તેમજ દરેક બ્લોકની નીચે બે હથિયારધારી એસઆરપીના જવાન 24 કલાક તહેનાત રહે છે. તેમ છતાં ત્યાં કોઇ બુકાનીધારી યુવાન ઘૂસી આવતા આઈપીએસ અધિકારીઓના પરિવારની સુરક્ષાને લઇને અનેક સવાલ ઊભા થયા છે.

ચિંતાજનક ઘટના છે પણ અમદાવાદ પોલીસ ઉપર ભરોસો છે

આઈપીએસના પરિવારની સુરક્ષાને લઇને અનેક સવાલ ઊભા થયા

અન્ય સમાચારો પણ છે...