તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હાલ લોન સસ્તી થાય તે વાત ભૂલી જજો : ક્રિસિલ

હાલ લોન સસ્તી થાય તે વાત ભૂલી જજો : ક્રિસિલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકારે16 સપ્ટેમ્બરથી 11 નવેમ્બર દરમિયાન બેંકોમાં જમા રકમને સીઆરઆરમાં રાખવાનું કહ્યું છે. ક્રિસિલ મુજબ બેંકોએ 3 લાખ કરોડ રૂપિયા રાખવા પડશે. વ્યાજ મળશે નહીં પરંતુ જમા કરનારાઓને 4 ટકા વ્યાજ આપવું પડશે. વધારાનો બોજો વધશે. આથી બેંક હાલ લોન પરનો વ્યાજદર ઘટાડશે નહીં. 7મી ડિસેમ્બરે આરબીઆઇની નાણાકીય નીતિ સમીક્ષામાં પણ તેની અસર દેખાઇ શકે છે..અનુસંધાન પાનાં નં.13 (અહેવાલબિઝનેસ પાને)મમતાનીઆક્રોશ માર્ચ, કહ્યું - હું મરું કે જીવું, મોદીને હટાવીને રહીશ...

નોટબંધી સામે વિપક્ષે રવિવારને આક્રોશ દિવસ મનાવ્યો. કોલકાતામાં એક રેલીમાં પશ્ચિમ બંગાળનાં સીએમ મમતા બેનરજીએ કહ્યું હું સોગંદ લઉં છું. મરું કે જીવું, મોદીને હટાવીને ઝંપીશ.

નવી છૂટછાટ : કાયદેસરની નોટ જમા કરશો તો વધુ નાણાં ઉપાડી શકશો

તમે બેંકમાં 500/1000ની જૂની નોટો સિવાય જેટલી રકમ જમા કરાવશો તો નાણાં ઉપાડવાની સીમા એટલી વધી જશે. જો 5, 10, 20, 50, 100, 500 અને 2000ની નોટોમાં 4,000 રૂપિયા જમા કરાવો છો તો વિથડ્રોલ લિમિટ 24,000થી વધીને 28,000 રૂપિયા થઇ જશે.

હવે શુંω - સરકાર લોકસભામાં બહુમતીમાં છે. ત્યાં મુશ્કેલી પડશે નહીં. કારણ કે મની બિલ છે. તેથી રાજ્યસભા માત્ર રિવ્યૂ કરશે. રિજેક્ટ કરી શકે નહીં. રિવ્યૂ પછી બિલ રાષ્ટ્રપતિ પાસે જશે અને કાનૂન બની જશે.

નોટબંધી પહેલાં સરકાર ઇન્કમ ડિસ્ક્લોઝર સ્કીમ લાવી હતી. જેમાં 45 ટકા ટેક્સ લાદીને સંપત્તિને કાયદેસર બનાવવાની સગવડ આપી હતી. યોજના 30 સપ્ટેમ્બરે ખતમ થઈ ગઈ હતી. લગભગ રૂ. 65 હજાર કરોડ જમા થયા હતા. તેવામાં મોદી નોટબંધી લઈ આવ્યા. એવો દાવો કર્યો હતો કે હવે કાળાં નાણાં ધરાવનારા રોશે. સરકારે માત્ર 5 ટકા ટેક્સ વધારીને કાળાં નાણાં સામે શરૂ થયેલી લડાઇ નોટબંધી પૂર્વેની સ્થિતિમાં આવી ગઈ છે. ...અનુસંધાન પાનાં નં.13

આવું કેમω સરકારનો એવો અંદાજ છે કે રૂ. 4-5 લાખ કરોડનું કાળું નાણું કોઈ પાછું નહીં આપે એટલે તે સિસ્ટમની બહાર થઈ જશે. તેના કારણે રિઝર્વ બેન્કની લાયેબિલિટી ઘટશે અને પૈસા સરકારના ખાતાંમાં આવી જશે. પરંતુ થયું વિપરીત. બેન્કોમાં છેલ્લાં 19-20 દિવસમાં રૂ. 8 લાખ કરોડ કરતાં વધુ નાણું જમા થઈ ગયું છે. જ્યારે જૂની નોટો જમા કરવાની સમયમર્યાદામાં હજી 32 દિવસની વાર છે. બીજી તરફ કાળું નાણું ધરાવનારા લોકો પોતાના રૂપિયા અલગ-અલગ તરકીબોથી સફેદ કરવામાં સફળ થઈ રહ્યા છે. તેમાં જનધન ખાતાંનો ઉપયોગ પણ થઈ રહ્યો છે. ખાતાંમાં રૂ. 26 હજાર કરોડ જમા થઈ ગયા છે. તેના કારણે વડાપ્રધાનથી માંડીને નાણાપ્રધાન સુધીના તમામ પોતાનાં ભાષણોમાં કાળાં નાણાંને બદલે કેશલેસ ટ્રાન્ઝેક્શનની વાતો થવા લાગી છે. હવે તો સરકાર કહી શકે કે નોટબંધી કેશલેસ અર્થતંત્ર માટે હતી કે કાળું નાણું ખતમ કરવા માટે.

બેંકોએ CRRમાં 3 લાખ કરોડ રાખવા પડશે

5% ટેક્સ વધારી નોટબંધી પહેલાંની સ્થિતિમાં લઈ આવ્યા

અન્ય સમાચારો પણ છે...