તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સાગબારાના હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ ~7,000ની લાંચ લેતા ઝડપાયા

સાગબારાના હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ ~7,000ની લાંચ લેતા ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુવતીનેલગ્ન માટે ભગાડી જવાના કેસમાં યુવકની સામે અપહરણનો કેસ નહીં નોંધવાના મામલે નર્મદા જિલ્લાના દેવમોગરા બીટના હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ યુવક પાસેથી ~7,000ની લાંચ લેતાં વડોદરા એસીબીના છટકામાં ઝડપાઇ ગયા હતા.હેડ કોન્સ્ટેબલે મામલે ~10,000 માગ્યા હતા, જે પૈકી ~3000 અગાઉ લીધા હતા.

વડોદરા એસીબીના મદદનીશ નિયામક પી.આર.ગેહલોટે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઢોલાર ગામના અજય સુરેશ વસાવા થોડા સમય પહેલાં એક યુવતીને ભગાડી ગયો હતો અને તેની સાથે લગ્ન કર્યાં હતાં. જો કે બાબતે દેવમોગરા બીટના પોલીસ હેડ કોન્સ્ટેબલ મહેશ ગંભીર વસાવા (રહે, રાજપીપળા પોલીસ લાઇન)એ યુવક અને યુવતીના પરિવારને ભેગા કર્યા હતા.ત્યારબાદ યુવક પાસે લખાણ લખાવાયું હતું કે યુવક જો ફરીથી યુવતીને ભગાડી જશે તો તેની પાસેથી દોઢ લાખ રૂપિયા લેવામાં આવશે.

પ્રકારના લખાણ બાદ પણ જમાદાર મહેશ વસાવાએ અજયનો પીછો છોડ્યો હતો. કેસની પતાવટ માટે ~10,000 માગ્યા હતા.આથી અજયે તેને ~3000 આપ્યા હતા. જો કે બાકીના ~7,000 માટે જમાદાર સતત તેની પાછળ પડી ગયો હતો. છેલ્લાં15 દિવસથી પૈસાની માંગ કરતો હતો. કંટાળીને અજય વસાવાએ વડોદરા એસીબી કચેરીમાં આવી મદદનીશ નિયામક પી.આર.ગેહલોટને મળ્યો હતો અને ફરિયાદ કરી હતી. આથી એસીબી પી.આઇ જી.ડી.પલસાણાએ લાંચનું છટકું ગોઠવ્યું હતું .જેમાં બુધવારે સાંજે રાજપીપળા સરકારી દવાખાના પાસે જમાદાર મહેશે પોતાના રાઇટર શૈલેશ મહેન્દ્ર દેશમુખને પૈસા લેવા મોકલતાં શૈલેશ દેશમુખ ~7,000ની લાંચ લેતાં ઝડપાઇ ગયો હતો.

યુવતીને ભગાડી જવાનો કેસ નોંધવા બદલ યુવાન પાસે લાંચ માગવામાં આવી હતી

બપોરે લાંચનું સ્થળ બદલ્યું

અજયની ફરિયાદના આધારે એસીબીના અધિકારીઓએ દેવમોગરા બીટમાં લાંચના છટકાંનું આયોજન કર્યું હતું અને ટીમ રવાના થઇ હતી. જો કે જમાદાર મહેશે બપોરે ફોન કરીને જણાવ્યુંહતું કે હું કોર્ટના કામ માટે રાજપીપળા કોર્ટમાં આવ્યો છું. તું રાજપીપળા આવી જા..આથી અજયને સાથે રાખીને એસીબીની ટીમ રાજપીપળા ગઇ હતી. જમાદારે રાજપીપળા દવાખાના પાસે બોલાવી પોતાના રાઇટર શૈલેશને પૈસા લેવા મોકલ્યો હતો. શૈલેશ ~7,000 લાંચ લેતાં ઝડપાઇ ગયો હતો. ત્યારબાદ એસીબીએ મહેશ વસાવાને રાજપીપળા પોલીસ લાઇનમાં જઇને તેના ઘેરથી ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...