તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હાઇકોર્ટમાં જનારને મંજૂરી મળ્યાના લેટરની બજવણી

હાઇકોર્ટમાં જનારને મંજૂરી મળ્યાના લેટરની બજવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણામાં પાટીદાર મહિલા

સંમેલનને પરવાનગીનો ઇન્કાર

આગામી28 ફેબ્રુઆરીના રોજ યોજાનારા પાટીદાર મહિલા સંમેલનને મંજૂરી આપવાનો નિર્ણય હાઇકોર્ટે મામલતદાર પર છોડ્યો હતો. બુધવારે મહેસાણા ઇન્ચાર્જ મામલતદારે પોલીસ રિપોર્ટને ધ્યાને લઇ મંજૂરી આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી મંજૂરી રદ કરતા હુકમની નકલ હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરનાર અરજદારને હાથોહાથ બજવણી કરી હતી. જ્યારે તેમના વકીલ અને ગુજરાત હાઇકોર્ટના રજીસ્ટ્રારને ઇ-મેલથી જાણ કરી હોવાનું જાણવા મળેલ છે. હાઇકોર્ટમાં પિટીશન અંગે જસ્ટિસ સોનિયા ગોકાણીએ મહેસાણા મામલતદારને આદેશ કરી સંમેલનને મંજૂરી આપવા બાબતે યોગ્ય નિર્ણય 25 ફેબ્રુઆરી સુધીમાં લેવા આદેશ આપ્યો હતો.જે અંતર્ગત ગુરૂવારે ઇન્ચાર્જ મહેસાણા મામલતદાર મેંદપરાએ પોલીસે આપેલા અભિપ્રયાને ધ્યાને લઇ પાટીદાર મહિલા સંમેલનને પરવાનગી આપવાનો નિર્ણય લઇ નકલની પીટીશનકર્તા નિકેતન પટેલને હાથોહાથ બજવણી કરાઇ હતી.

જ્યારે તેમના વકીલ અને ગુજરાત હાઇકોર્ટના રજીસ્ટ્રારને નકલ ઇ-મેલથી મોકલી આપી હતી.પાટીદાર મહિલા સંમેલનની તૈયારીઓ અંતિમ તબક્કામા છે ત્યારે વહીવટીતંત્રએ મંજૂરી આપવાનો ઇન્કાર કરવાના મુદ્દે પાટીદારોમાં કેટલેક અંશે ઉકળતા ચરૂ જેવી પરિસ્થિતિ સર્જાઇ છે.

મુદ્દા ધ્યાનમાં લેવાયા

} બી ડિવિઝન પોલીસે તપાસના અંતે મોઢેરા રોડ પર ખુલ્લી જગ્યામાં 1 લાખ મહિલાઓ ભેગી થવાની છે. પ્લોટની બાજુમાં અડીને મોઢેરા હાઇવે રોડ, GIDC, સોસા.ઓ આવતી હોઇ સંમેલનની જગ્યાએ 1 લાખની બેઠક વ્યવસ્થા થઇ શકે તેમ નથી.

} માર્ગ-મકાનના કાર્યપાલક ઇજનેરે સંમેલનવાળી જગ્યાનું માપ 12,550 ચો.મી.હોઇ બેઠક વ્યવસ્થા જોતા અંદાજે 30,000 વ્યકિતઓનો સમાવેશ થઇ શકે, નહી કે 1 લાખ.

} પાસના આગેવાનોએ સંમેલનના દિવસે બાઇક રેલી કાઢવાનું જણાવ્યું છે ત્યારે અંગે તેઓએ કોઇ પરવાનગી લીધી નથી.

} સંમેલનમાં મંચ પર કોણ બેસવાના છે તેમજ કોણ પ્રવચન આપશે તે બાબતે આયોજકોએ કોઇ વિગતો આપી નથી.

અન્ય સમાચારો પણ છે...