તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજપીપળા ડભોઇ બ્રોડગેજ લાઈનને મંજુરી

રાજપીપળા - ડભોઇ બ્રોડગેજ લાઈનને મંજુરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેરોગેજના સ્થાને ડભોઇ હવે બ્રોડગેજનું જંકશન બનશે : ચાણોદ-કરનાળીના યાત્રીકોને સુવિધા મળશે

ડભોઇથી રાજપીપલા રેલ્વેલાઇન માટે આજરોજ પ્રસિધ્ધ થયેલા રેલ બજેટમાં 1500 કરોડની ફાળવણી થતાં પંથકમાં આનંદ ની લહેર વ્યાપી ગઇ છે. પ્રોજેક્ટ ને લઇને ચાંણોદ,કરનાળી યાત્રાધામ આવતાં શ્રધ્ધાળુઓ માટે સુવિધા વધી જશે. તો વળી આવનારાં દિવસોમાં રાજપીપલા ટુ વડોદરા નો રૂટ પણ ચાલુ થતાં ડભોઇ જંક્શન પણ બને નો આનંદ જોવા મળે છે.

આજરોજ કેન્દ્ર સરકાર નાં રેલ્વે મંત્રાલય દ્વ્રારા રજુ થયેલા રેલ બજેટ આમતો સર્વાનુમતે આવકાર દાયક છે, જેમાં ખાસ કરીને મુસાફરો માટે ની વિમા યોજના, ભાડામાં કોઇ વધારો નહીં, સુરક્ષામાટે ની આગવી વ્યવસ્થાઓ, સ્વચ્છતા માટે સૌથી વધુ ભાર વિગેરે બાબતોનો સમાવેશ સાથે ગુજરાત માં તો અમદાવાદ થી મુંબઇ સુધી સેમી ઝડપી ટ્રેન વિગેરે બાબતોને વણી લેવામાં આવી છે. પરંતું બધી બાબતો કરતાં પણ ડભોઇ તાલુકા અને નર્મદા જીલ્લા માટે ખુશીની વાત રહી છે કે, હાલ ડભોઇ થી ચાંણોદ સુધી નેરોગેજ રેલ્વે લાઇન ચાલી રહી છે. તેમાં પણ ક્યારેક ટ્રાફીક મળવાથી વારંવાર બાપુગાડી રેલ્વે તંત્રને બંધ કરવાની ફરજો પડતી આવી છે. હાલ પણ માત્ર એક સમય સવારમાં બાપુ ગાડી દોડે છે. હાલાકી ચાંણોદ, કરનાળી દક્ષીણ પ્રયાગતીર્થ છે. જ્યાં વર્ષમાં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવે છે. તેમાંય હાલ દેશનાં નાંણાંમંત્રી અરૂણ જેટલીએ કરનાળી ગામને દત્તક લઇને સોનામાં સુગંધ ભેળવી દીધી છે.

ત્યારે હાલ બીજી એક ખુશી વાતની હાલ જોવા મળી છે કે આજરોજ પ્રસિધ્ધ થયેલા રેલ બજેટમાં ડભોઇથી ચાંણોદ સુધી દોડતી નેરોગેજ હવે બ્રોડગેજનાં પરિવર્તન સાથે રાજપીપલા સુધી લંબાવવા માટે 1,500 કરોડ નાં પ્રોજેક્ટની ફાળવણી કરવામાં આવી છે. જેને લઇને ડભોઇ, નર્મદા જીલ્લો અને ખાસ કરીને યાત્રાધામ ચાંદોદ ની પ્રજામાં આનંદની લહેર વ્યાપી ગઇ છે. એટલુજ નહીં ડભોઇ માટે તો ફરીથી નેરોગેજનું જંક્શન મટી બ્રોડગેજનું જંક્શન થવાનાં ઉજળા દિવસો પણ દેખાઇ રહ્યા છે. કારણકે એક બાજુ છોટાઉદેપુર જિલ્લો અને બીજી બાજુ નર્મદા જિલ્લો બંન્ને જિલ્લાને જોડતો ડભોઇ તાલુકો હોઇ આવનારાં દિવસોમાં જો એમપી સુધી લાઇન થાય તો બાજુ રાજપીપલાથી વડોદરા લાઇન પણ શરૂ થાય તો ડભોઇ ફરીથી જંક્શન સ્ટેશન થાય તેવું સ્પષ્ટ જણાય છે જેને લઇને નગર પંથકમાં આનંદની લાગણીઓ જોવા મળે છે અને રેલ બજેટને પ્રજા આવકારી રહી છે.

વિસ્તારનો વિકાસ ઝડપી બનશે

^નર્મદા જિલ્લો મોટું ટુરીઝમ હબ બને વડાપ્રધાન મોદીનું સ્વપ્ન છે. જેથી રાજ્ય બાદ કેન્દ્ર સરકાર પણ ડભોઇથી વાયા કેવડિયા સુધી બ્રોડગેજ લાઇન માટે કરવામાં આવેલી જોગવાઇથી વિસ્તારનો વિકાસ ખુબ ઝડપી બનશે.આ વિસ્તારના લોકો પણ આર્થિક રીતે સદ્ધર બનશે. > શબ્દશરણતડવી,ધારાસભ્ય, નાંદોદ

છુછાપુરાને કેવડિયા લંબાવી જોઇએ

ડભોઇ નગરનો વિકાસ થશે

ડભોઇ બ્રોડગેજનું જંકશન બનશે

પ્રોજેક્ટ યુપીએ સરકારે બનાવ્યો હતો

હવે વિકાસની ટ્રેન દોડી છે

^મારા સમયથી બાબતને પ્રાધાન્યતાઆપી હતી. 1500 કરોડનો પ્રોજેક્ટ આવકારદાયક છે પરંતું જો સ્ટેચ્યુ ઓફ યુનિટીને ધ્યાનમાં લઇ કેવડીયા સુધી કે પછી છૂછાપુરા તણખલા કેવડીયાને પ્રાધાન્યતા આપી હોત તો સારૂ હોત. > નારણરાઠવા, માજીરેલ રાજ્યમંત્રી

^આમ જનતાની સુવિધા ધ્યાનમાં રાખી રેલ બજેટ રજુ કરવામાં આવ્યુ છે. તેમાં તમામ ક્ષેત્રનું ધ્યાન રાખવામાં આવ્યુ છે. તેમાંય રાજપીપલા લાઇન માટેની ફાળવણી વિસ્તારનાં વિકાસની ફાળવણી પુરવાર થશે નો વધુ આનંદ છે. > વી.જે.શાહ,ભાજપઅગ્રણી

^બજેટમાં ડભોઇ-રાજપીપલા માટે નાં1500 કરોડનો પ્રોજેક્ટ મંજુર થતાં આવકારદાયક છે. એટલુજ નહીં યાત્રાળુઓ માટે સુવિધારૂપ છે. પરંતું વધુ આનંદ વાતનો છે કે, ડભોઇ ફરીથી બ્રોડગેજનું જંક્શન બને તે તરફે જઇ રહ્યું છે. > બાલકૃષ્ણપટેલ, ધારાસભ્ય

^ નર્મદા જિલ્લાની લાઈનનો સર્વે અને પ્રોજેક્ટ યુપીએ સરકારે બનાવ્યો હતો. અંકલેશ્વરથી રાજપીપળા બ્રોડગેજ બાદ તે વખતે ડભોઇથી છોટાઉદેપુર, છુછાપુરા થઇ કેવડિયા અને રાજપીપળા સુધીની લાઈનનો પ્રોજેક્ટ તૈયાર હતો. રેલમંત્રી નારણ રાઠવા હતા.હાલ તો પ્રોજેક્ટ માટે નાણા ફાળવ્યા છે. > હરેશવસાવા, મંત્રી,પ્રદેશ કોંગ્રેસ

^ કેવડિયા કોલોનીને વિશ્વ સાથે જોડવા રાજ્ય સરકાર તમામ પ્રયત્નો કરશે. ટ્રેન સેવાથી સીધી વડોદરા સાથે અને અંકલેશ્વર સાથે જોડાશે. અગાઉની સરકાર જાણી જોઇને આવા પ્રોજેક્ટો પર બ્રેક મારી રાખી હતી. પરંતુ હવે વિકાસની ટ્રેન દોડી છે. જેમાં મુખ્ય સ્ટેશન નર્મદા બનશે. > ઘનશ્યામદેસાઈ, પ્રમુખ,નર્મદા જિલ્લા ભાજપા

{ જિલ્લામાં ચાલતી બાપુગાડી હવે લોકો માટે ભુતકાળ બની જશે

{ મધ્યપ્રદેશ સાથે બ્રોડગેજનું જોડાણ થતાં વિકાસના દ્વારા ખુલશે

{ કેન્દ્રિય નાણામંત્રીએ કરનાળીને દત્તક લીધા બાદ પ્રથમ મોટી ભેટ

{ ડભોઇ ચાણોદ વચ્ચે અવાર નવાર નેરોગેજ બંધ કરવાની ફરજો પડી છે

અન્ય સમાચારો પણ છે...