• Gujarati News
  • સલમાન યાકુબને પણ મુન્ની સમજે છે

સલમાન યાકુબને પણ મુન્ની સમજે છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સલમાનખાન ફરી એક વખત નવા વિવાદોમાં ફસાયો છે. શનિવારે રાત્રે 1.54 ક્લાકથી 2.41 ક્લાક સુધી 49 મિનિટમાં તેણે 14 ટ્વીટ કરી, જેમાં તેણે 1993ના મુંબઈ બોમ્બ વિસ્ફોટના દોષિત યાકૂબ મેમણને ફાંસીનો વિરોધ કર્યો. તેણે યાકૂબના બદલે તેના ભાઈ ટાઈગર મેમણને ફાંસી પર ચઢાવવાની તરફેણ કરી હતી. જેમ બજરંગી ભાઈજાનમાં સલમાન મુકબધિર બાળકીને માસૂમ સમજી તેની મદદ કરે છે કદાચ તેણે ડોનના ભાઈ અને 257 લોકોની હત્યા માટે દોષિત ઠરેલા યાકુબ મેમણને પણ તેને માસૂમ સમજી લીધું અને લાગણીમાં તણાઈ એક પછી એક ટ્વિટ કરી નાખ્યા. તેણે ટાઈગર મેમણને ટાઈગર નહીં પરંતુ બિલાડી અને શિયાળ પણ કહ્યો. જોકે, તેની ટ્વીટ્સ પર રાજકારણ રમાયું છે. 14 ક્લાક બાદ પિતાના ઠપકા પર સલમાને બે મિનિટમાં ટ્વીટ કરીને સમગ્ર વિવાદ બદલ માફી માગી લીધી.પરંતુ વિવાદ પૂરો થયો નથી. વિવાદિત ટ્વીટ્સ પર સલમાનના બાંદરા સ્થિત ઘરે સવારથી વિરોધ પ્રદર્શનો થવા લાગ્યા. ...અનુસંધાન પાનાં નં.15



મહારાષ્ટ્ર નહીં સમગ્ર દેશમાં સલમાન સામે દેખાવો થયા. અનેક જગ્યાએ તેની ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’નું સ્ક્રિનિંગ અટકાવવા પ્રયત્ન થયો. ભાજપે તો હિટ-એન્ડ-રન કેસમાં બોમ્બે હાઈકોર્ટ તરફથી તેને મળેલી જમાનત રદ કરવાની પણ માગ કરી હતી. અંગે વિવાદ વધ્યા બાદ પિતા સલિમ ખાને ઠપકો આપતાં સલમાને સાંજે 5.02 વાગ્યે સલમાને વિવાદાસ્પદ ટ્વીટ્સ હટાવી દીધી અને માફી માગી લીધી હતી.

ત્રણ દિવસથી ટ્વીટ કરવું હતું પણ…

ત્રણ દિવસથી મારા મનમાં મુદ્દો ઘુમરાતો હતો. જોકે ટ્વીટ કરવાની હિંમત થતી નહોતી. એક પ્રકારનો ડર મનમાં હતો. જોકે એકાદ ગુના માટે તેના ભાઈ અને પરિવારજનોને ઘસડવામાં આવે તે મારાથી જોવાયું નહીં અને મેં ટ્વીટ કર્યું. રીતે મુખ્ય આરોપી ભાગી જાય તો તેના ભાઈને સજા આપવી તે અન્યાયી છે, એમ સલમાને ટ્વીટમાં જણાવ્યું છે.

પાકિસ્તાનમાં ટાઈગર હોય તો કહો, પ્લીઝ!

યાકુબના મોટા ભાઈ ટાઈગર મેમણના ગુના માટે યાકુબને ફાંસી આપવામાં આવી રહી છે. જોકે ટાઈગર છે ક્યાં? ટાઈગર કી હી તો કમી હૈ ઈન્ડિયા મેં. ટાઈગર કો લાઓ, ટાઈગર તુમ્હારા ભાઈ કુછ દિનોં મેં તુમ્હારે લિયે ફાંસી કે ફંદે પર ચઢનેવાલા હૈ. કોઈ સ્ટેટમેન્ટ. કોઈ એડ્રેસ, કુછ તો બોલો તુમ… વાહ, ભાઈ હો તો ઐસા… મતલબ… ખૂબ મેમણ. કૌન સા ટાઈગર, કૈસા ટાઈગર, કિઘર હૈ ટાઈગર. સમજ રહા હૈ ટાઈગર. ક્યા સોચ કે નામ દિયા થા ઔર ક્યા માયના નિકાલ લિયા ઉસકા. એક નિર્દોષ વ્યક્તિની હત્યા કરવું તે માનવતાની હત્યા કરવા જેવું છે. હટ… ગેટ ટાઈગર, ટાઈગરને પકડો અને ફાંસી આપો. તેને હાજર કરો. તેના ભાઈને નહીં. કિધર છૂપા હૈ ટાઈગર? કોઈ ટાઈગર નહિ હૈ બિલ્લી હૈ વો… હમ એક બિલ્લી કો પકડ નહીં સકતે. શરીફ સાબ એક દરખ્વાસ્ત હૈ કે અગર યહ આપ કે મુલ્ક મેં હૈ તો પ્લીઝ ઈક્તિલા કર દિજિયે.

સલમાનના જામીન રદ કરવાની ભાજપની માગણી

સલમાન ખાનના વક્તવ્યને લીધા સર્વત્ર નારાજી ફેલાઈ હોય ગુનેગારનું સમર્થન કરવા બદલ તેના હિટ એન્ડ કેસના જામીન રદ કરવા જોઈએ એમ મુંબઈ ભાજપના અધ્યક્ષ અને વિધાનસભ્ય આશિષ શેલારે સલમાન ખાનના વક્તવ્ય બદલ વિરોધ વ્યક્ત કરીને જણાવ્યું છે. રીતે સલમાનના જામીન રદ કરવા માટે તેમણે રાજ્યપાલ સી. વિદ્યાસાગર રાવને પણ પત્ર લખી મોકલ્યો છે. શેલારે ટ્વીટ દ્વારા કહ્યું છે કે સલમાન ખાન હિટ એન્ડ રસ કેસમાં કસૂરવાર ઠર્યો છે. કસૂરવાર યાકુબને સજા થાય એવું તેને લાગે છે. સલમાન ખાને આદરણીય સુપ્રીમ કોર્ટનો અનાદર કર્યો છે. તેના જામીન રદ થવા જોઈએ. રીતે યાકુબ મેમણે સામૂહિક હત્યાની ઝુંબેશ માટે કામ કર્યું છે, એમ પણ તેમણે જણાવ્યું છે.

મેમણનું સમર્થન કરનારો દેશનો દુશ્મન છે: રામદેવબાબા

યાકુબ મેમણનું સમર્થન કરનારા દરેક જણ દેશના દુશ્મન છે, એમ યોગગુરુ રામદેવ બાબાએ સલમાન ખાનના વક્તવ્ય પર ટીકા કરતાં જણાવ્યું છે. બોલીવૂડના અભિનેતા સલમાન ખાને શનિવારે મધરાત્રે ટ્વીટ દ્વારા મુંબઈ બોમ્બવિસ્ફોટના મુખ્ય સૂત્રધાર ટાઈગર મેમણના ગુનાની સજા તેના ભાઈ યાકુબને નહીં આપવી જોઈએ એવો પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે.



યાકુબ મેમણ મુન્નીની જેમ માસૂમ કેમ ?

49 મિનિટમાં સલમાનના 14 ટ્વિટ, યાકુબને માસૂમ કહ્યું પછી માફી માગી, ભાઈજાન લાગણીમાં તણાયો

હિટ અેન્ડ રન પછી ટ્વિટ એન્ડ રન

વિરોધથતાં હિટ એન્ડ રનમાં ફસાયેલા સલમાનને 14 કલાક પછી માફી માગવાનો ખ્યાલ આવ્યો હતો અને તેણે 2 મિનિટમાં 6 ટ્વિટ કરી જણાવ્યું હતું કે ‘મેં એમ કહ્યું હતું કે ટાઇગર મેમણને ફાંસીએ લટકાવવામાં આવે. તેને હું હજી પણ વળગી રહ્યો છું. મેં એમ નહોતું કહ્યું કે યાકુબ મેમણ નિર્દોષ છે. મેં એમ કહ્યું હતું કે નિર્દોષનું મોત આખી માનવજાતનું મોત છે.

સલમાને કોર્ટનું અવમાન કર્યું : નિકમ

યાકુબમેમણને દેશની સર્વોચ્ચ કોર્ટે દોષી ઠરાવ્યો છે. આથી ચુકાદા પર સલમાન ખાને અભિપ્રાય કર્યો છે તે કોર્ટનું અવમાન છે, એવી પ્રતિક્રિયા વિશેષ સરકારી વકીલ અને વકીલ ઉજ્જવલ નિકમે જણાવ્યું છે. યાકુબનું પ્રકરણ સંપૂર્ણ ન્યાય કક્ષામાં છે. નિર્દોષ 257 જણના આંસુ લૂછતાં કસૂરવારની તરફેણ શા માટે કરવી જોઈએ?

સલમાન ખાને જે લખ્યું છે તે અત્યંત અર્થહીન અને હાસ્યાસ્પદ છે. લોકોએ સલમાનની અજ્ઞાનતાને ગંભીરતાથી લેવી જોઈએ. સલમાન ખાને ટ્વીટ દ્વારા કરેલું વક્તવ્ય ગંભીરતાથી લેવું જોઈએ, એમ કહીને સલમાનના પિતા, લેખક સલીમ ખાને પુત્રની ઝાટકણી કાઢી છે. યાકુબને જીવતો રાખવો મોટી સજા નીવડશે.

સલમાનના ટ્વિટ હાસ્યાસ્પદ : સલીમ

સુપ્રીમમાં આજે નિર્ણય

યાકૂબમેમણની ફાંસી પર સુપ્રીમ કોર્ટમાં સોમવારે નિર્ણય થશે. મહારાષ્ટ્રના રાજ્યપાલ પણ એક-બે દિવસમાં દયા અરજી પર નિર્ણય સંભળાવી દેશે. મહારાષ્ટ્ર સરકારે યાકૂબની ફાંસી માટે તેના જન્મ દિવસ એટલે કે 30 જુલાઈ નક્કી કરી છે.

ડોનના ભાઈ પર ત્રણ કોર્ટમાં 257 લોકોની હત્યાનો આરોપ સાબિત થયો, આવા આતંકવાદી પર દયા શા માટે ?