તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આણંદ રેલવે સ્ટેશન પર ટિકિટ મશીન ખોટકાયું

આણંદ રેલવે સ્ટેશન પર ટિકિટ મશીન ખોટકાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદરેલવે સ્ટેશન પર મુસાફરોની સરળતાથી મુસાફરીની ટીકિટો મળી રહે તે માટે રેલવેતંત્ર દ્વારા મુસાફરખાના પાસે બે ઓટોમેટીક ટીકિટ મશીન મુકવામાં આવ્યા હતા. દસ દિવસ અગાઉ સાંસદ દિલીપ પટેલના હસ્તે ખુલ્લા મુકાયા હતા. પરંતુ ટેકનિકલ ખામીને કારણે ટીકિટ મશીન અવારનવાર બંધ પડી જતાં હોવાથી તંત્ર દ્વારા હાલ પૂરતા બંધ કરી દેવામાં આવ્યા હતા. ટુંક સમયમાં પુન: શરૂ કરાશે.

આણંદ રેલવે સ્ટેશન પર મુસાફરખાનામાં ઓટોમેટીક ટીકિટ મશીન મુકવામાં આવ્યા છે. પરંતુ રેલવેતંત્ર દ્વારા પૂરતા પ્રમાણમાં કાગળના રોલ ફાળવવામાં આવ્યા નથી. તેના કારણે મશીનમાં કાગળનો રોલ મુકવામાં આવતો નથી. ઉપરાંત ટેકનિકલ ખામીને કારણે મુસાફરની ટીકિટ કે નાણાં વારંવાર ફસાઇ જાય છે.જેના કારણે મુસાફરો તંત્રમાં રજૂઆત કરતાં મશીન વારંવાર ખોલવું પડે છે. હાલ કાગળના રોલ હોવાથી મશીન બંધ રાખવામાં આવ્યું છે. તેના કારણે મુસાફરોને મુશ્કેલીઓ પડી રહી છે. આમ સાંસદના હસ્તે દસ દિવસ અગાઉ ખુલ્લાં મુકાયેલા ટીકિટ મશીનો તંત્રની બેદરકારીને કારણે શોભાના ગાંઠિયા સમાન બની ગયાં છે.

બોક્ષ

ટેકનિકલ ખામીને કારણે મશીન બંધ છે

રેલવેતંત્રનો સંપર્ક કરતાં અધિકારી કૌશિક ભટ્ટે જણાવ્યું હતું કે ‘મશીનમાં નાંખવાના કાગળના રોલ આવ્યા હોવાથી તથા ટેકનિકલ ખામીને કારણે મશીન બંધ છે. ટુંક સમયમાં કાગળના રોલ આવી જશે. અને ટેકનિશ્યનો દ્વારા ખામી દુર કરીને મશીન પુન: શરૂ કરવામાં આવશે.’

અન્ય સમાચારો પણ છે...