તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજન્સી . બેઈજિંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજન્સી . બેઈજિંગ

તરસ્યાનેજાતે કૂવા પાસે જવાનું હોય છે, કૂવો તેની પાસે આવતો નથી. ચીનમાં કહેવત ઊલટી પુરવાર થઇ રહી છે. ફુયુન કાઉન્ટીના એક જજ કોર્ટમાં તો ચુકાદો સંભળાવે છે પરંતુ જો વાદી-પ્રતિવાદી કોર્ટમાં ના પહોંચે તો તેમના ગામમાં જઇને કોર્ટ લગાવી દે છે. ચુકાદો તો સંભળાવે છે અને તેના પર અમલની પણ ખાતરી કરે છે. મોકેન કહે છે કે હું જજ છું. જ્યાં-જ્યાં મારી જરૂર હશે, ત્યાં-ત્યાં જઇશ અને અદાલત લગાવીશ. સમગ્ર ચીન ગત દિવસોમાં જ્યારે નવા વર્ષના સ્વાગતમાં જશ્ન મનાવી રહ્યું હતું ત્યારે મોકેન હબ્દેલ ગામે-ગામ જઇને લોકોને ન્યાય અપાવી રહ્યા હતા. તેઓ બે વર્ષથી આવું કરી રહ્યા છે. આખરે આવું શા માટેω પ્રશ્ન અંગે મોકેન કહે છે કે માર્ચ 2014માં મારી સમક્ષ દેવું નહીં ચૂકવવાનો એક કેસ આવ્યો હતો. કરજ આપનાર વ્યક્તિ માંદી હતી. તેને તાકીદે નાણાંની જરૂર હતી પરંતુ દેવાદાર સમય પસાર થઇ ગયો હોવા છતાં નાણાં પરત કરી રહ્યો હતો. મેં તેના પર થોડોક દંડ કરીને નાણાં પરત આપવાનો આદેશ આપ્યો. ખરેખર, મોકેનનું પોસ્ટિંગ અંતરિયાળ ક્યુકુઅર્ત નગરમાં થયું છે. અહીં મોટા ભાગના લોકો કઝાક સમુદાયના છે, તેઓ સંકુચિત માનસિકતા ધરાવે છે.

જ્યાં જરૂર હશે ત્યાં જઇશ અને અદાલત શરૂ કરી દઈશ

અન્ય સમાચારો પણ છે...