- Gujarati News
- સરકારના મંત્રી નાનુ વાનાણીના પુત્રનું પાટીદાર અનામતને ખુલ્લું સમર્થન
સરકારના મંત્રી નાનુ વાનાણીના પુત્રનું પાટીદાર અનામતને ખુલ્લું સમર્થન
પાટીદારઅનામતના મુદ્દે રાજ્યકક્ષાના મંત્રી નાનુ વાનાણી કોઇ પણ ટીપ્પણી કરવાનો ઇન્કાર કરી રહ્યા છે. ત્યારે તેમનો પુત્ર પાટીદાર અનામતના ખુલ્લા સમર્થનમાં ઉતરીને પાટીદાર અનામત હોવું જોઇએ તેવી વાત કરવા ઉપરાંત સોશીયલ મિડીયા પર પણ પોતાના આઇડી પર પાટીદાર અનામતના સમર્થનની પોસ્ટ કરતા વિવાદ સર્જાયો છે.
સમગ્ર રાજયમાં પાટીદાર અનામતનુ આંદોલન ધીમે ધીમે વેગ પકડી રહ્યુ હોવાના કારણે રાજ્ય સરકારે તાત્કાલિક તમામ ધારાસભ્યની એક બેઠક ગાંધીનગર ખાતે બોલાવી હતી. જ્યારે પાટીદાર અનામત આંદોલનની શરૂઆત કરવામાં આવી ત્યારે સુરતના પાટીદાર ધારાસભ્યોએ મુદે કોઇ પણ કોમેન્ટ કરવાનો ઇન્કાર કર્યો હતો.તેમાં પણ રાજ્ય કક્ષાના સિંચાઇ મંત્રી નાનુ વાનાણી પણ પાટીદાર અનામત આંદોલનના મુદે કોઇ પણ ટીપ્પણી નહીં કરવાની વાત કરી હતી. ત્યારે બીજી તરફ તેમના પુત્ર વિપુલ વાનાણી પાટીદાર અનામત આંદોલનના સમર્થનમાં સોશીયલ મિડીયા પર પાટીદારો માટે અનામત હોવી જોઇએ તેનુ ખુલ્લુ સમર્થન કર્યું છે.
આંદોલનને દાબી દેવા ભાજપ પ્રયત્નશીલ
બનતીત્વરાથી પાટીદાર અનામત આંદોલનને દાબી દેવા માટે ભાજપ પ્રયત્નશીલ હોવાનું ભાજપના આધારભૂત સૂત્રોનુ કહેવું છે. જે પાટીદાર કાર્યકરો અને આગેવાનો પક્ષ પ્રત્યે કોઈ પણ કારણસર અસંતોષ ધરાવે છે અને આંદોલનને હવા આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેમને કોઈ પણ પ્રકારે સમજાવી પટાવીને આંદોલનથી દૂર કરવામાં આવી રહ્યા છે.
લુણાવાડામાંરેલીને સરકારી મંજૂરી મળી
પાટીદારદ્વારા શરૂ કરાયેલું અનામતની માંગણી માટેનું આંદોલન હવે મધ્ય ગુજરાતમાં પોતાની પ્રથમ રેલી યોજી રહ્યું છે. આજે પંચમહાલના લુણાવાડા ખાતે 15 હજાર પાટીદારો અનામતની માંગ કરતી રેલી યોજીને મામલતદારને આવેદન પત્ર આપશે. રેલી યોજવા માટે સરકારી તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
દિવ્ય ભાસ્કરના અહેવાલને ટાંકી FB પર થયેલી પોસ્ટ.
વિપુલ વાનાણીએ FB પર મૂકેલી પોસ્ટમાં અનામતની ચર્ચા
^ધો.12 સાયન્સમાં 85 ટકા હોવા છતાં પાટીદાર હોવાના કારણે મને મેડીકલમાં પ્રવેશ મળ્યો નહોતો. અન્ય પાટીદારને આવી સ્થિતીનો સામનો કરવો પડે તેને કારણે હું પાટીદાર અનામત આંદોલનના સમર્થનમાં છું.> વિપુલવાનાણી, મંત્રીપુત્ર
^ત્રણ દિવસ પહેલા એક સમારોહમાં પાટીદાર અનામત આંદોલનમાં જોડાવા શપથ લેવડાવાયા ત્યારે નાનુ વાનાણીએ કઇ પણ કહેવાનો ઇન્કાર કરી જણાવ્યું હતુ કે મુદે હું કોઇ પણ કોમેન્ટ કરવા તૈયાર નથી. > નાનુવાનાણી, રાજ્યકક્ષાનાસિંચાઇ મંત્રી
આમને-સામને
અનામત અંગે ભાસ્કરના અહેવાલ પર ફેસબૂકની ચર્ચા.
}વિપુલ વાનાણી : કોઇ પણ ભોગે લેવાનું છે. જેને જે કહેવું હોય તે કહે
} ઉજ્જલ અધર્વ્યુ : ખોટી જીદ છે .કોઇ ફાયદો થવાનો નથી. OBCમા પણ આગળથી એટલી બધી કાસ્ટ છે,કોઇ મતલબ નથી.
} પ્રદિપજોશી : એમફોરવર્ડ થવાના શોખ ને ગણાવુ બેકવર્ડ... ખાલી પ્લેન, બીએમડબલ્યુ, ઓડી, મર્સના માલિકોને કહો મંદી આવે તો કારીગરો ને છુટા ના કરે...એને સમાજ સેવા કહેવાય.
} અલ્પેશવેજપરા : અનામતહટાવો દેશ બચાવો
} જીતુઅણઘણ : વાહવિપુલભાઇ વાહ
} જીતુ અણઘણ : પાટીદાર સિવાયનાએ રસ લેવાની જરૂર નહીં.
પાટીદાર આંદોલન | ફેસબુક પેજ પર પાટીદાર અનામતની તરફેણ કરી