• Gujarati News
  • સાઈકલચાલકે રસ્તા વચ્ચેની કારને ઊંચકીને બાજુમાં મૂકી

સાઈકલચાલકે રસ્તા વચ્ચેની કારને ઊંચકીને બાજુમાં મૂકી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બ્રાઝિલ |રસ્તા વચ્ચે ઊભેલી કાર જોઇને એક વ્યક્તિને એટલો ગુસ્સો આવ્યો કે તેણે હાથથી કાર ઊંચકીને સાઇડમાં મૂકી દીધી. તે વ્યક્તિ સાઈકલ પર જઇ રહી હતી. સાઈકલ માટે બનેલા ખાસ ટ્રેક પર કોઇકે કાર પાર્ક કરી દીધી હતી. તેણે સાઈકલ એક તરફ મૂકીને બંને હાથે કારનું પાછળનું બમ્પર ઊંચક્યું અને કારને બાજુ પર મૂકી દીધી. વ્યક્તિની લોકોએ ખૂબ પ્રશંસા કરી હતી.કેટલાક યુવાનોએ તો દૃષ્યો પોતાના સ્માર્ટફોનમાં કેદ કરી દીધા હતા.લોરેટો નામની વ્યક્તિએ તે દૃષ્યોને 27 જુલાઇના રોજ યુ ટ્યુબ પર અપલોડ કરી દીધા. બે દિવસમાં વીડિયોને લાખ લોકો જોઇ ચૂક્યા હતા.