• Gujarati News
  • National
  • 28 વર્ષ પહેલાં શાંતિસેના શ્રીલંકા પહોંચી , રાજીવ પર હુમલો

28 વર્ષ પહેલાં શાંતિસેના શ્રીલંકા પહોંચી , રાજીવ પર હુમલો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
28 વર્ષ પહેલાં આજના દિવસે શ્રીલંકાના જાફનામાં શાંતિસેના પહોંચી હતી. દિવસે તત્કાલીન ભારતીય વડાપ્રધાન રાજીવ ગાંધી પર કોલંબો એરપોર્ટ પર હુમલો થયો હતો . ખરેખર તમિળ બળવાખોરો સામે ઝઝૂમી રહેલા શ્રીલંકા સાથે ભારતનો કરાર થયો હતો. તેના મુજબ ઇન્ડિયન પીસ કીપિંગ ફોર્સનું શ્રીલંકા જવાનું નક્કી થયું હતું. ભારતના પગલાનો ત્યાંના તમિળ સમુદાયમાં જોરદાર વિરોધ થયો હતો. 30મી જુલાઇએ રાજીવ ગાંધી પર કોલંબોમાં રાષ્ટ્રપતિ ભવનની સામે શ્રીલંકન નૌસૈનિક વિજિતા રોહના વિજેમુનિએ બંદૂકના કુંદાથી હુમલો કર્યો હતો. જો કે, તેમને ગંભીર ઇજા થઇ હતી. બાદમાં 1991માં તમિળ વ્યાઘ્રોએ રાજીવ ગાંધીની હત્યા કરી હતી.

ખાસ: રાજીવગાંધીના હત્યારાઓની ફાંસીની સજાને આજીવન કારાવાસમાં બદલવાના સુપ્રીમકોર્ટના ચુકાદા અંગે કેન્દ્ર સરકાર દ્વારા ક્યુરેટિવ પિટિશન સુપ્રીમકોર્ટે બુધવારે રદ કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...