• Gujarati News
  • આરોપીએ પેરોલ મેળવવા બોગસ સર્ટિફિકેટ રજૂ કર્યા

આરોપીએ પેરોલ મેળવવા બોગસ સર્ટિફિકેટ રજૂ કર્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લંબેહનુમાનરોડ ત્રિકમનગર સોસાયટીમાં રહેતા અરવિંદભાઈ લક્ષ્મણભાઈ બેલડિયાના ભત્રીજા દિવ્યેશનું વર્ષ 2009માં અપહરણ કરી ખંડણી માંગવામાં આ‌વી હતી અને ત્યાર બાદ તેની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. હત્યા પ્રકરણમાં અરવિંદભાઈના સંબંધી હસુ જીવરાજભાઈ બેલડિયાની સંડોવણી બહાર આવી હતી અને પોલીસે તેની ધરપકડ કરી તેને જેલ ભેગો કરાયો હતો.

જોકે, હત્યાના આરોપી હસુ બેલડિયાએ ખટોદરાના દિવ્યેશ સર્જિકલના તબીબ ડો. બાબુભાઈ સાદડીવાલા અને રાંદેર તાડવાડી ખાતે આવેલી ફેક્ચર ઓર્થોપેડિક હોસ્પિટલના નયન જી. ભટ્ટ પાસેથી પોતાની માતા લાડુબેનના ઘુંટણનું ઓપરેશન કરાવવા માટેના બોગસ સર્ટિફિકેટ બનાવડાવી પેરોલ પર છૂટવા માટે હાઈકોર્ટમાં રજૂ કર્યા હતા અને વર્ષ 2011થી 2015 દરમિયાન અવાર નવાર પેરોલ રજા મેળવી હતી. વાત અરવિંદભાઈના ધ્યાન પર આવતા તેમણે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી, જેને પગલે હાઈકોર્ટે તેના જામીન તાત્કાલિક અસરથી રદ કર્યા હતા. કોર્ટની સૂચનાને પગલે વરાછા પોલીસે હસુની તાત્કાલિક ધરપકડ કરી છે.