ભાવનગર |ગુરુદેવશ્ર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |વેરો ભરનારને બે ડસ્ટબિન આપવાની યોજના અંતર્ગત 30 હજાર ડસ્ટબિનનું વિતરણ થઇ ચૂક્યું છે અને બીજા વોર્ડ વિસ્તારના કરદાતાઓ માટે 40 હજાર ડસ્ટબિનનો જથ્થો આવી ગયો છે. જેથી,આગામી બે દિવસમાં બાકીના વોર્ડમાં ડસ્ટબિનનું વિતરણ શરૂ કરવામાં આવે તેવી આશા સેવાઇ રહી છે. સેવાસદને4 જુલાઇથી વોર્ડ નં.6ની કચેરીથી ડસ્ટબિન વિતરણ કરવાની શરૂઆત કરી હતી અને આજદિન સુધી 30 હજાર ડસ્ટબિનનું વિતરણ થઇ શક્યું છે.


ભાવનગર |ગુરુદેવશ્રી બજરંગદાસજી બાપાની તપોભૂમિ તીર્થરાજ બગદાણામાં 31મી જુલાઈએ ગુરુપૂર્ણિમા મહોત્સવ ધામધૂમથી ઊજવાશે, તે માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ગુરુઆશ્રમમાં શુક્રવારે સવારે 5 વાગ્યે મંગળા આરતી, સવારે 6થી 7.30 કલાકે ધજા પૂજન, સવારે 8થી 10 કલાકે ગુરુપૂજન તથા સવારે 10 કલાકથી પ્રસાદ વિતરણ શરૂ થશે. મહુવાથી બગદાણા અને ભાવનગર-તળાજાથી બગદાણા પગપાળા આવતા ભક્તો માટે ચા-પાણીની પ્રસાદની વ્યવસ્થા કરાઈ છે.

બગદાણા ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી માટે તડામાર તૈયારી

કરદાતાને આપવા માટે વધુ 40 હજાર ડસ્ટબિનનો જથ્થો આવ્યો

અન્ય સમાચારો પણ છે...