• Gujarati News
  • ખાખરિયાના પેન્શનર 4 દિવસ માટે ~86,903 અબજના માલિક બન્યા

ખાખરિયાના પેન્શનર 4 દિવસ માટે ~86,903 અબજના માલિક બન્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડાિજલ્લાના ગળતેશ્વર તાલુકાના ખાખરિયા ગામના એક પેન્શનર ચાર િદવસ માટે ભારતના સૌથી ધનાઢ્ય વ્યકિત બન્યા હતા. ઠાસરાની સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા શાખાએ તા. 1લી જુલાઈના રોજ તેમના ખાતામાં અધધધ… રૂિપયા જમા કર્યા હતા. જે ચાર િદવસ સુધી તેમના ખાતામાં રૂ. 86903 અબજનું બેલેન્સ રહ્યુ હતું. બનાવની જાણ પેન્શનરને થતાં તેઓ ભાવવિભોર થઈ ગયા હતા. પરંતુ બેંકના અધિકારીઓને મળી બેંકના સર્વરમાં સર્જાયેલી ટેકનીકલ ખામીને સુધારી લેતાં તેઓને પોતાનું મુળ બેલેન્સ મળી ગયુ હતું.

ગળતેશ્વર તાલુકાના ખાખરિયા ગામના મોહનભાઈ કાળીદાસ પરમાર (ઉં.વ.72) પાનમ પ્રોજેક્ટ સર્કલ ગોધરા ખાતે ઓફીસ સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ તા.30 જૂન 1999ના રોજ રીટાર્યડ થયા હતા. તેમને માસિક રૂ. 17096 પેન્શન મળે છે. જે પેન્શન ઠાસરાની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા શાખામાં જમા થાય છે. 1 લી જુલાઈ જુલાઈ વચ્ચે વિવિધ જમા અન્ટ્રીઓ પડતાં ખાતામાં બેલેન્સ રૂપિયા 869,038,404,82,533.40 થયુ હતું. તા. 4થીના રોજ મોહનભાઈ પોતાનું પેન્શન લેવા માટે બેંકમાં ગયા હતા. ત્યારે બેંકના અધિકારીઓ તેમની સામું જોઈ હસવા લાગ્યા હતા અને ગમ્મત કરતાં કહેલ કે, તમો અબજ્જોપતિ થઈ ગયેલ છો અને સામું જોવા લાગ્યા હતા. ત્યારબાદ તેઓએ બેંકના સર્વરમાં થયેલ ભૂલ સુધારી લીધી હતી અને તેમને મળતું પેન્શન રૂ. 17096 બરાબર હતુ. બનાવની જાણ વાયુવેગે ગામમાં પ્રસરતાં મોહનકાકાને ગ્રામજનો અબ્જજોપતિ મોહનકાકાના નામે બોલાવવા લાગ્યા હતા.

સર્વરની ખામીની ચાર િદવસે જાણ થતાં બેંકે ખામી સુધારી